હેડલાઈન @ 7 AM

September 25, 2020 875

Description

આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ.. આજે પાંચ સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરાશે.. સવારે 10 કલાકે શરૂ થશે સત્રનો પાંચમો દિવસ

6 માસ બાદ આજે મળશે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની સામાન્ય સભા.. સભા માટે બે દિવસથી કરાઇ રહ્યા છે કોર્પોરેટરના ટેસ્ટ.. મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ

રાજ્યમાં કોરોનાના વધુ 1408 નવા કેસ દાખલ.. સૌથી વધુ સુરતમાં 278 કેસ, તો અમદાવાદમાં 183 અને રાજકોટમાં 147 કેસ.. રાજ્યભરમાં 14ના મોત

સ્કુલ ફી મુદ્દે વાલીઓ લડી લેવાના મૂડમાં.. રાજ્યભરમાં વાલીઓ કરશે વિરોધ.. તો ફી મુદ્દે ગૃહમાં પણ ગરમાયુ રાજકારણ..

કૃષિબિલના વિરોધમાં આજે ભારત બંધ.. દેશભરમાં રસ્તા પર ઉતરશે ખેડૂતો.. ભારતીય કિશાન યુનિયને આપ્યુ છે બંધનુ એલાન.. તકેદારીના રૂપે કેટલીક ટ્રેન બંધ

કિંગ્સ ઇલેવન પંજાબની IPLમાં બીજી સૌથી મોટી જીત.. બેંગ્લોરને 97 રને હરાવ્યુ.. K L રાહુલે 14 ચોક્કા અને 7 છગ્ગા મારી કરી તોફાની બેટીંગ

Leave Comments