હેડલાઈન @ 7 AM

June 30, 2020 1010

Description

કોરોનાના વિકરાળ સ્વરૂપ અને ચીનની અવળચંડાઇ વચ્ચે આજે વડાપ્રધાન મોદી સાંજે 4 વાગ્યે કરશે રાષ્ટ્રવ્યાપી સંબોધન…કોરોનાકાળમાં છઠ્ઠી વખત કરશે સંબોધન…

કોરોનાની દવા બનાવવાની દિશામાં ભારતનું મોટું પગલું.. કોરોનાની દવાનાં માનવીય પરીક્ષણ માટે ભારત બાયોટેકને મળી મંજૂરી.. જુલાઇમાં શરૂ થશે પરીક્ષણ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.. કેન્દ્ર સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર મૂક્યો પ્રતિબંધ.. એલએસી પર તણાવને જોતા નિર્ણય

ભારત-ચીન વચ્ચે આજે ત્રીજી કમાંડર લેવલની બેઠક… ચૂશુલમાં મળશે બેઠક.. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા પ્રયાસ..

ગુજરાતમાં 24 કલાકમાં 626 નવા કેસ.. 19 લોકોનાં મોત.. ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 32 હજાર 23, મૃત્યુઆંક 1828

દેશભરમાં સંક્રમિતો સંખ્યા 5.50 લાખને પાર.. હવે માત્ર ત્રણ દિવસમાં નોંધાઇ રહ્યાં છે 50 હજાર કેસ.. મહારાષ્ટ્રમાં 31 જુલાઇ સુધી લોકડાઉન..

Leave Comments