હેડલાઈન @ 7 AM

October 14, 2019 1475

Description

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે જામ્યો જંગ.. મોદીએ કહ્યું કોંગ્રેસ,NCP પાકિસ્તાનની ભાષા બોલે છે..હિંમત હોય તો 370 પાછી લાવીશું એવું ઢંઢેરામાં લખી બતાવે…

જમ્મુ કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર વાયોલેશન. એક ભારતીય જવાન શહીદ. ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ.

પૂણે ટેસ્ટમાં ભારતની શાનદાર જીત..137 રન અને એક ઇનિંગથી દક્ષિણ આફ્રિકાને હરાવ્યું…ઘરઆંગણે સતત 11 ટેસ્ટ સીરીઝ જીતનાર પ્રથમ ટીમ…

પેટાચૂંટણીનો પૂરજોશ પ્રચાર….ખેરાલુ બેઠક પર ભાજપ માટે પ્રચારમાં ખુદ સીએમ મેદાને… કરશે ખેરાલુમાં સભા.

પરીક્ષાઓ રદ્દ થવા પર હવે ગરમાયું રાજકારણ..કારણ વગર GSSSBની પરીક્ષા રદ્દ થતા 15 ઓક્ટોબરે કોંગ્રેસ રાજ્યભરમાં કરશે વિરોધ

મહેસાણા કોંગ્રેસ ભંગાણ..સતલાસણામાં ભાજપના સંમેલનમાં સરપંચ સહિત કોંગ્રેસના 7 સભ્યોએ ધારણ કર્યો કેસરીયો..

જસદણ ભાજપમાં જુથવાદ ચરમસીમાએ..કુંવરજી અને ભરત બોઘરાના સમર્થકો એક બીજાના કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર..

દારૂબંધી પર ઘમાસાણ વચ્ચે પોલીસની મેગા ડ્રાઇવ..6 ટીમ બનાવી અમદાવાદમાં દારૂ શોધવા સર્ચ..તો શંકરસિંહે કહ્યું દારૂના માટે ઉપર સુધી જાય છે હપ્તા

ગીર સોમનાથમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ..દ્ગારકાથી ભાલકા સુધીની વિશ્વની સૌથી મોટી યાત્રા પૂર્ણ..આહીર સમાજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું સ્થાન…

નવરાત્રી બાદ જામી સરદપૂનમની રમઝટ..રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ..તો અમદાવાદમાં ઉમિયાધામમાં 11 હજાર 111 દીવડાની મહા આરતી સાથે ગરબાની ધુમ

Leave Comments