હેડલાઈન @ 7 AM

September 19, 2019 890

Description

ગુજરાતમાં હેલ્મેટ, પીયુસી અને વીમા માટે 15 ઓક્ટોબર સુધી નહીં લાગે નવો દંડ..કોંગ્રેસે કહ્યું નવા નિયમો રદ્દ કરવા ચલાવીશું સિગ્નેચર કેમ્પેન

સચિવાલયમાં ટ્રાફિકના નિયમનાં ધજાગરા…સચિવોના ડ્રાઈવરો નથી બાંધતા સીટબેલ્ટ..સંદેશ ન્યૂઝનાં અહેવાલ બાદ કાર્યવાહીની વાતો…

આગાહી વચ્ચે રાજ્યમાં છુટોછવાયો વરસાદ.. તો 19 થી 26 સુધી ભારે વરસાદ પડવાની આગાહી…બંગાળની ખાડીમાં સક્રિય થઇ નવી સિસ્ટમ..

અમદાવાદમાં વિવિધ 851 કરોડના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ…મુખ્યમંત્રી કરશે વસ્ત્રાપુર તળાવમાં નર્મદાના નીરના વધામણા..

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મોટા નિર્ણય..ઇ સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધ…11 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું અપાશે બોનસ..

પાર્કિંગ, ફાયર સેફ્ટિ નહીં હોય તો ગરબાની મંજૂરી નહીં મળે.. મંજૂરી માટે 23 ડોક્યુમેન્ટ કર્યા જરુરી… જગ્યાનું માપ અને વ્હીકલ કેપેસિટી પણ આપવી જરુરી..

મોહાલી ટી-20 મેચમાં ભારતની શાનદાર જીત..150ના ટાર્ગેટ સામે ભારતનો 7 વિકેટે વિજય..કેપ્ટન કોહલી અને ધવનની શાનદાર બેટિંગ

Tags:

Leave Comments