હેડલાઈન @ 7 AM

May 22, 2019 1355

Description

ભાજપના પૂર્વસાથી ઉપેન્દ્ર કુશવાહાની ખુલ્લેઆમ ધમકી.. કહ્યુ પરિણામમા ગડબડ થશે તો રસ્તા પર વહેશે લોહીની નદીઓ.. નીતિશ કુમાર અને કેન્દ્ર રહેશે જવાબદાર

EVM અને VVPATના મિસમેચની વિપક્ષની રજૂઆત બાદ ECએ બોલાવી બેઠક..આવતીકાલે ફુલ પેનલ બેઠકમાં EVM અને ગાઇડલાઇન અંગે થશે ચર્ચા

એગ્ઝિટ પોલમાં સ્પષ્ટ બહુમતિ બાદ NDAનું શક્તિપ્રદર્શન…. મંત્રીઓ સાથે વડાપ્રધાનની ડીનરપાર્ટી અને બેઠક… દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર…

ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન સાબિત થશે ગેમચેન્જર?…માયાવતી – અખિલેશની જોડી યુપીમાં કરશે કમાલ…ગઠબંધનનને મળી શકે છે 40 કરતાં વધારે બેઠકો…

અરૂણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓનો હુમલો… NPPના ધારાસભ્ય સહિત કુલ 11 લોકોના મોત… નાગાર્લેન્ડના ઉગ્રવાદીઓએ હુમલો કર્યાની માહિતી…

કચ્છના જખૌ બંદર પરથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ…ભારતીય કોસ્ટ ગાર્ડે 194 કિલો ડ્રગ્સ પાડ્યું…કરાંચી પાસેના બંદરથી નીકળ્યુ હતુ જહાજ..

વલસાડના ગુંદલાવ GIDCમાં ખાનગી કંપનીમાં આગ..આગ સાથે કંપનીની અંદર બ્લાસ્ટ પણ થઈ રહ્યા.. આગને કાબૂમાં લેવા 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે..

ચરોતરમાં એક જ દિવમા 20 લોકોના મોત…આણંદમા અકસ્માતથી 11 લોકોના મોત..તો ડુબવાથી ઉમેરેઠમા 4 અને ઠાસરામાં 3ના મોત

વર્લ્ડ કપ માટે આજે ટીમ ઇન્ડિયા થશે રવાના… તમામ ખિલાડી સારા ફોર્મમાં હોવાનો કેપ્ટન કોહલીનો દાવો… ઈગ્લેન્ડમાં 30મેથી શરૂ થઈ રહ્યો છે વર્લ્ડ કપ…

Tags:

Leave Comments