હેડલાઈન @ 7 AM

February 12, 2019 335

Description

વકરી રહેલા સ્વાઇન ફ્લૂના મામલે યોગ્ય સુવિધાનો અભાવ હોવાની હાઇકોર્ટમાં PIL… ફ્લૂને રોકવા સરકારે શું પગલા ભર્યા તે અંગે કોર્ટે માગ્યો જવાબ…

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો.. 9 દિવસમાં 210 દર્દી દાખલ.. દૂષિત પાણીના કારણે વકરતી સમસ્યા..

દિલ્હીની કરોલબાગની અર્પિત હોટલમાં લાગી આગ.. જીવ બચાવવા લોકોએ હોટલના ચોથા માળેથી લગાવી છલાંગ.. ઘટનામાં બે લોકોનાં મોત..

પ્રિયંકાએ રાહુલને સાથે રાખી કર્યા પ્રચારના શ્રીગણેશ.. રાહુલે કહ્યું લોકસભા જ નહીં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ કોંગ્રેસની સરકાર બનાવીશું..

અણધડ વહિવટનો વધુ એક પુરાવો.. જૂનાગઢના કુંભમેળામાં 15 કરોડના ફંડનો હિસાબ જ નહીં.. વિભાવરી દવેએ કહ્યું ફંડ વાપરવાનું કોઇ બાયફરકેશન જ નહીં..

નાયબ મુખ્યમંત્રીનું નિવેદન.. કહ્યું, સ્થાનિક ડેમ ખાલી હોય તો પણ ચિંતા ન કરો.. રાજ્યમાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા.. કોંગ્રેસે કહ્યું,નિવેદનો નહીં આયોજન કરો.

ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલનો ઓડિયો આવ્યો સામે.. પોતે નિર્દોષ હોવાનું અને ષડયંત્રમાં ફસાવાયાનું છબિલનું રટણ. જીવના જોખમની આશંકા જતાવી.

પ્રેમિકા સાથે ઝડપાયેલા યુવકને લાઇટના થાંભલા સાથે બાંધી માર્યો ઢોરમાર.. વાયરલ થયેલો વીડિયો કચ્છના રાપરનો હોવાનુ અનુમાન

આડા સબંધની શંકામાં લીધો સાઢુભાઇનો જીવ.. સુરતના વરાછામાં એક સપ્તાહ પહેલા કરી હતી કરપીણ હત્યા.. પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા

આણંદ SPના રાજમાં ગુનેગારોને મળ્યો છૂટો દૌર.. NRIના ઘરમાં ચોરી અને વૃધ્ધાને માર મારી કરાઇ લૂંટ.. આણંદવાસીઓ ભયમાં.. તો આણંદ SP ઘોર નિંદ્રામા

Tags:

Leave Comments