હેડલાઈન 7 AM @ 17.09.2021

September 17, 2021 1595

Description

7 AM HEADLINE

આજથી અમદાવાદમાં મહાવેક્સિનેશનનો પ્રાંરભ…બીઆરટીએસ અને એમટીએસનાં 15 સ્પોટ પર સવારે 9 વાગ્યાથી મુસાફરો સહિત અન્ય લોકોને અપાશે કોરોનાની રસી
—–
સૌરાષ્ટ્રમા આફતના વરસાદથી હવે પાક બળવાની ભીતિ…..હજારો હેક્ટરમાં પથરાયેલો પાક પર બરબાદીનાં એંધાણ..આજે પણ રાજ્યભરમાં વરસાદની આગાહી..
—–
ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક વરસાદ….40 જિલ્લામાં ભારે વરસાદને કારણે 27 લોકોનાં મોત,જળપ્રલયને કારણે 2 દિવસ શાળા કોલેજ બંધ રાખવાના આદેશ
—–
સાબરમતીમાં પ્રદુષણ ઠાલવવાને લઇને હાઇકોર્ટ આકરા પાણીએ…. 8 સભ્યોની જોઇન્ટ ટાસ્કફોર્સ રચવાનો કર્યો આદેશ તો ઔધોગિક એકમોની AMC પાસેથી માંગી વિગત
—–
ફાયર સેફ્ટીનો અમલ ન કરનારી 37 શાળાઓને AMCએ આપી બંધ કરવાની નોટિસ… શાળાનો વપરાશ બંધ કરવાની ક્લોઝર નોટિસ ફટકારાતા વાલીઓ ચિંતામાં
—–
વિરાટ કોહલીએ કેપ્ટન પદ છોડવાની કરી જાહેરાત.. ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડશે કોહલી.. માત્ર વન-ડે, ટેસ્ટના કેપ્ટન રહેશે વિરાટ..
—–

Leave Comments

News Publisher Detail