હેડલાઈન @ 7 AM

March 26, 2020 350

Description

કોરોનાથી અમદાવાદમાં થયુ પહેલુ મોત.. 85 વર્ષીય વૃધ્ધાનુ થયુ મોત.. સિવીલ હોસ્પિટલમાં દાખલ હતા વૃધ્ધા

ગુજરાતમાં કોરોનાના કૂલ 39 કેસ પોઝિટીવ… અમદાવાદમાં 14, તો વડોદરા-સુરતમાં નોંધાયા 7 – 7 કેસ… ગાંધીનગરમાં 6, રાજકોટમાં 4 પોઝિટિવ કેસ…

ભારતમાં કોરોનાથી મોતનો આંકડો થયો 12.. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને થઇ 627.. 426 દર્દીઓ ઇલાજ બાદ થયા સાજા..

PMનું નિવેદન. કોરોના સામે 21 દિવસમાં જીતીશું જંગ. કરૂણાથી આપીશું કોરોનાનો જવાબ. સાથે નવરાત્રીમાં 9 ગરીબોની જવાબદારી લેવા કરી હાંકલ.

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. દેશના 80 કરોડ ગરીબોને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવામાં આવશે.

આજથી પેટ્રોલપંપનાં સમયમાં ફેરફાર.. સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી મળશે પેટ્રોલ-ડીઝલ, સીએનજી..

મુખ્યમંત્રી રૂપાણીની મહત્વપુર્ણ જાહેરાત… 21 દિવસ સુધી 60 લાખ ગરીબ પરિવારોને અપાશે મફત અનાજ… કોઇ મુશ્કેલી ન પડે તે માટે સરકાર કટિબદ્ધ…

2013 નોબેલ વિજેતા રસાયણ શાસ્ત્રી માઇકલ લેવિટનો દાવો. કોરોનાનો જલ્દી થશે અંત. કોરોના ઘાતક નથી;સંક્રમણની સ્પીડ ઘાતક. ચીન અંગે દાવો પડ્યો હતો સાચો.

કોરોનાની ચપેટમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ. પ્રિન્સના પત્ની પણ આઇસોલેશનમાં. બ્રિટનમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધુ દર્દી, 422ના મોત.

ગુજરાતમાં માવઠા વચ્ચે હવે પહાડો પર પણ હિમવર્ષા.. હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે પડ્યો બરફ

Leave Comments