હેડલાઈન @ 7.00 PM

January 12, 2019 515

Description

PM મોદીના રાહુલ પર પ્રહાર…કહ્યુ, ચોકીદાર એક પણ ચોરને નહીં છોડે…જનતા નક્કી કરશે દેશને કેવા પ્રધાનસેવક જોઇએ છે..

ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા એસપી-બીએસપીનું ગઠબંધન..બંને પાર્ટી 38-38 બેઠકો પર લઠશે ચૂંટણી..તો કોંગ્રેસને ગઠબંધનથી રખાયું દૂર…

ભાનુશાળી હત્યા કેસમાં મનિષા સહિત બે શાર્પશુટરની અટકાયત..પુછપરછમાં થઇ શકે મોટા ઘટસ્ફોટ..તો ભાનુશાળીના પરિવારજનોએ કરી સુરક્ષાની માગ

લોકરક્ષક દળની પરીક્ષામા ગુપ્તતા ન જળવાયાનો આરોપ..ભરતી બોર્ડના અધ્યક્ષની વાતચીતની ઓડિયો વાયરલ..બારકોડ ન લગાવ્યાનો કર્યો સ્વીકાર

ઉત્તરાયણના પર્વને લઇને રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવશે ગુજરાત..પરિવાર સાથે કરશે ઉજવણી..તો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે કરી શકે છે બેઠક

ઉત્તરાયણને લઇને રાજ્યભરમાં તડામાર તૈયારીઓ..છેલ્લીઘડીએ પંતગના ભાવમાં વધારો..તો માર્કેટમાં જામી પતંગરસીકોની ભીડ..

મકરસંક્રાતિને લઈને પતંગ બજારમાં સઘન ચેકિંગ..વિરગામમાં ચાઇનીઝ દોરી સાથે એકની ધરપકડ..તો  રાજકોટમાંથી ઝડપાયો ચાઇનીઝ તુક્કલનો જથ્થો..

રાજ્યમાં હજુ 2 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી.. ઉત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીનું જોર રહેશે યથાવત..

Leave Comments