હેડલાઈન @ 6 PM

March 25, 2020 485

Description

રાજકોટમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ… રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા પહોંચી ચાર પર… તો સુરતમાંથી વધુ છ શંકાસ્પદ કેસ…

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો… અત્યાર સુધીમાં કૂલ 39 કેસ પોઝિટીવ… અમદાવાદમાં 14, તો વડોદરા-સુરતમાં નોંધાયા 7 – 7 કેસ… ગાંધીનગરમાં 6, રાજકોટમાં 4 પોઝિટિવ કેસ…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વપુર્ણ જાહેરાત… 21 દિવસ સુધી ગરીબોને અપાશે મફત અનાજ… કોઇ મુશ્કેલી ન પડે તે માટે સરકાર કટિબદ્ધ…

ગરીબ-મધ્યમવર્ગને મદદ કરવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ… સરકારી સહિત અનેક ખાનગી સંસ્થાન દ્વારા દાનનો ધોધ થયો વહેતો…

દેશભરમાં કોરોનાનો કેર યથાવત… પોઝિટિવ કેસની સંખ્યા 621 પર પહોંચી… મહારાષ્ટ્રમાં 121 અને કેરળમાં 109 કેસ પોઝિટિવ…

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ… પરંતુ, લોકો નથી સમજી રહ્યા ગંભીરતા… અનેક સ્થળોએ પોલીસે સખ્તકદમ ઉઠાવવાની પડી ફરજ…

ગુજરાતમાં લોકડાઉનને લઈ RAFની ટીમ એલર્ટ…  અમદાવાદ અને વડોદરામાં એક એક ટીમ સ્ટેન્ડબાય… ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પેટ્રોલિંગ…

લોકડાઉનની સ્થિતિને કારણે રાજ્યના અનેક  લોકો ફસાયા અન્ય રાજ્યમાં… તો શ્રમજીવી પરિવારના લોકો પગપાળા પોતાના વતમાં પરત ફરી રહ્યા છે…

PM મોદીએ ચૈત્રી નવરાત્રિની પાઠવી શુભેચ્છા… સાથે કહ્યું નવરાત્રીની સાધના ડોક્ટર, નર્સ, પોલીસ અને મીડિયાકર્મીઓને સમર્પિત…

Tags:

Leave Comments