હેડલાઈન @ 6 PM

December 2, 2019 1925

Description

ભર શિયાળે માવઠાને લઇને ખેડૂતો ચિંતિત..અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા 4 ડિસેમ્બરે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો..શિયાળો ગરમ રહે તેવા એંધાણ

અધિકારીઓની મનમાની સામે ખેડૂતોમાં આક્રોશ..જુનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં દાદાગીરીને લઇને ગ્રેડર પર કર્યો હુમલો…

સુરતમાં વધુ એક બાળકી બની હેવાનિયતનો ભોગ..માન દરવાજા વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ..વિધવા માતાનો પ્રેમી જ નીકળ્યો નરાધમ..

દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ..જયા બચ્ચને કહ્યું આરોપીને જનતા હવાલે કરો…તો સંગીતા પાટીલે કહ્યું જાહેરમાં પડે માર..રાજનાથે કહ્યું કડક કાયદો બનાવવા તૈયાર

સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર કોમ્પ્યૂટર ગ્રુપની ફાઇનલ આન્સર કી ત્રણ વખત જાહેર કરતા ઉમદેવારોમાં રોષ…તો પુરાવા બાદ કાર્યવાહી ન થતા સરકાર અસિત વોરાથી નારાજ

LRD અને બિનસચિવાલય મામલે સરકારના ગલ્લાતલ્લા..4 તારીખે વિદ્યાર્થીઓની મહારેલી પહેલા પ્રદિપસિંહ બોલ્યા..તપાસ કરીશું..રિઝલ્ટ આપીશું

આશ્રમ ખાલી કરાયા બાદ હવે નિત્યાનંદના સાગરીત મંજૂલા શ્રોફ,હિતેન વસંત કોર્ટના શરણે..ધરપકડથી બચવા આગોતરા જામીનની કરી અરજી..

Tags:

Leave Comments