હેડલાઈન @ 6 PM

November 8, 2018 725

Description

અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાના મુદ્દે રાજનીતિ તેજ… નીતિનભાઇએ કહ્યું ગુલામીના પ્રતિક સમાન નામને બદલી સંસ્કૃતિને છાજે તેવું નામ અપાશે

પંચમહાલના સાંસદ પ્રભાતસિંહનું ડહાપણ… કહ્યું પંચમહાલમાંથી હવે પાવાગઢ જિલ્લો બનાવો.. આગામી ચૂંટણીમાં 3 લાખ મતની લીડથી હું જ જીતીશ

દિવાળીનું વેકેશન માણવા નીકળી પડ્યા હોય તેવો વનરાજનો વટ… ગીરમાં બે નર સિંહ ઘાટવડ ગામે શિંગોડા ડેમ પર લટાર મારતાં થયા કેદ

આજથી શરૂ થયુ વિક્રમ સંવત 2075ની શરૂઆત. આજે નવુ વર્ષ માટે ખુબ જ ઉત્સાહ. સંદેશ ન્યૂઝ દર્શકોને પાઠવે છે નવાવર્ષની ખુબ જ શુભેંચ્છાઓ…

સુરતના લિંબાયતમાં એમ્બ્રોડરીના કારખાનામાં લાગી ભીષણ આગ… ફાયરની 6 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે… છેલ્લા બે દિવસમાં આગના 81થી વધુ કોલ

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પાઠવી ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા. લખ્યું નવપ્રારંભ બધા માટે કલ્યાણકારી રહે તેવી શુભેચ્છાઓ.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કલ્યાણ પુષ્ટી મંદિરમાં દર્શન કરીને કરી નવા વર્ષની શરૂઆત.. પરિવાર સાથે મંદિર પહોંચ્યા હતા અમિત શાહ

પંચદેવ મંદિરે દર્શન કરી CM રૂપાણીએ કરી નવા વર્ષની શરૂઆત.PM મોદી પણ પંચદેવ મંદિરે દર્શન કરી નવા વર્ષનો કરતા હતા પ્રારંભ. મંત્રી મંડળ નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત.

દાહોદમાં દિવાળીની આદિવાસીઓમાં અનોખી પરંપરા… ગાય ગૌહરીના નામે ઉજવાતાં તહેવારમાં ગાયના છૂટ્ટા ધણ વચ્ચે સૂઇ જાય છે લોકો..

Leave Comments