હેડલાઈન @ 5 PM

September 14, 2020 1610

Description

21 ઑક્ટોબરથી ટેકાના ભાવે થશે મગફળીની ખરીદી.. 1થી 20 ઑક્ટોબર સુધી ખેડૂતો કરાવી શકશે રજીસ્ટ્રેશન.. 90 દિવસ સુધી ચાલશે ખરીદીની કામગીરી…

રાજ્યમાં ભારે વરસાદને પગલે 13 લાખ હેક્ટરમાં નુકસાનીની સંભાવના.. હજુ માત્ર 3 લાખ હેક્ટરમાં થઇ શક્યો છે નુકસાનીનો સર્વે..કૃષિમંત્રીની સ્પષ્ટતા..

વધતા કોરોના કેસને પગલે રાજકોટવાસીઓ જાતે જ વળી રહ્યાં છે લોકડાઉનતરફ.. આજે વધુ એક વેપારી એસોસિયેશને બંધની કરી જાહેરાત..

મોનસુનસત્ર શરુ થયા પહેલા 17 સાંસદ કોરોના પોઝિટિવ..પ્રવેશ વર્મા,અનંત હેગડ,મીનાક્ષી લેખી પણ કોરોનાની ઝપેટમાં..

ભરૂચની ઝઘડિયા GIDCમાં આરતી ઈન્ડસ્ટ્રીઝના P-55 પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના.. આસપાસમાં લોકોને આંખ,ગળામાં બળતરા..

સુરતમાં થાઇ સ્પા ગર્લની મિત્રએ જ કરી હતી હત્યા.. દારૂ પીધા બાદ ધાબળા અને તકિયા વડે મોં દબાવી હત્યા કરી પછી મૃતદેહ સળગાવ્યો..

Leave Comments