હેડલાઈન @ 5 PM

January 18, 2020 770

Description

જૂનાગઢમાં માલધારી સમાજના આગેવાનોની બેઠક પૂર્ણ…બેઠક બાદ મૃતદેહ સ્વીકારવા માલધારી સમાજ તૈયાર…ટૂંક સમયમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે..

એલઆરડીનાં આંદોલનને લઇને રાજનીતિ તેજ.. સીએમને પત્ર લખનાર ધારાસભ્યોને નીતિન પટેલની ટકોર.. સામે કોગ્રેસનાં નીતિન પટેલ પર પ્રહાર

સુરતમાં 4 માળની બિલ્ડીંગ ધરાશાયી..બિલ્ડીંગ નીચે 3 લોકો દટાયા 1નું મોત થયું..ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી…

અરવલ્લીના મોડાસામાં યુવતીના મોતની તપાસ માટે SITની રચના.. CID ક્રાઈમના વડા સંજય શ્રીવાસ્તવના સુરપવીઝનમાં થશે તપાસ..

બનાસકાંઠાના રાધાનેસડા, કુંડાળીયા સીમમાં ત્રીજી વખત તીડનું આક્રમણ, ખેડૂતોના પાકને ભારે નુકસાન… ગામમાં સર્વે ન થતા ભારે રોષ…

વરિષ્ઠ વકીલ ઇન્દિરાએ કહ્યું નિર્ભયાના માતા દોષિતોને કરે માફ.. આશાદેવીએ કહ્યું ભગવાન કહે તો પણ માફ નહીં કરું, તેમની દિકરી સાથે આવુ થયું હોત તો…

ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા.. અમેરિકામાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમ જેવા કાર્યક્રમનું થઇ શકે છે આયોજન…

નલિયામાં મોસમની સર્વાધિક ઠંડી 3.4 ડિગ્રી નોંધાઇ… રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન પણ 10 ડિગ્રી નીચે..

Leave Comments