હેડલાઈન @ 5 PM

December 11, 2019 605

Description

ગોધરાકાંડ પર નાણાંવટી કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ.. તોફાનો પૂર્વ આયોજીત ન હોવાનો ઉલ્લેખ…સ્વ હરેન પંડ્યા, સ્વ.અશોક ભટ્ટ અને ભરત બારોટને ક્લિનચીટ..

સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ ગૃહમાં કરાયો રજૂ…રાજ્યમાં 2 લાખ 56 યુવાનો બેરોજગાર હોવાનું સ્વીકાર્યું..તો સ્ટેમ્પ ડ્યુટીમાં ગોટાળો થયાનો પર્દાફાશ

આગોતરા જામીન રદ્દ થતા નિત્યાનંદના સાગરીત ભૂગર્ભમાં..મંજૂલા શ્રોફ,હિતેન વસંત અને અનિતા દુઆ વોન્ટેડ જાહેર..ગમે તે ઘડીએ થઇ શકે છે ધરપકડ

આદમખોર દિપડાને પકડવા 6 દિવસથી વન વિભાગના હવાતિયા..કોંગ્રેસે કહ્યું તાત્કાલિક કલમ 144 હટાવો..સ્થાનિકો ભયમાં.

નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં રજૂ…અમિત શાહે કહ્યું આ બિલ મુસ્લિમ વિરોધી નહીં.. બિલ અંગે ખોટી અફવા ફેલાવાઇ..

ઇસરોની વધુ એક સિદ્ધિ..ભારતનું રિસેટ-2BR1 સહિત અન્ય 4 દેશના 9 સેટેલાઇ કર્યા લોંચ..અંદારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે 2BR1

મુંબઇમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સિરિઝની અંતિમ T-20 મેચ..સિરિઝ જીતવા બંને ટિમ લગાવશે એડિચોટીનું જોર..ખરાબ ફિલ્ડિંગ ભારત માટે બની શકે સમસ્યા.

Leave Comments