હેડલાઈન @ 5 PM

December 2, 2019 155

Description

સુરતમાં વધુ એક બાળકી બની હેવાનિયતનો ભોગ..માન દરવાજા વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ..વિધવા માતાનો પ્રેમી જ નીકળ્યો નરાધમ..

દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ..જયા બચ્ચને કહ્યું આરોપીને જનતા હવાલે કરો…તો સંગીતા પાટીલે કહ્યું જાહેરમાં પડે માર..રાજનાથે કહ્યું કડક કાયદો બનાવવા તૈયાર

રાજ્યમાં 3 વર્ષમાં ગેંગરેપની 30 ઘટના.. પીડિત મહિલાઓ માટે વપરાતા ફંડમાં ઉદાસીનતા.. CID ક્રાઈમના ADG અનિલ પ્રથમે પણ ઉઠાવ્યા સવાલ..

સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર કોમ્પ્યૂટર ગ્રુપની ફાઇનલ આન્સર કી ત્રણ વખત જાહેર કરતા ઉમદેવારોમાં રોષ…તો પુરાવા બાદ કાર્યવાહી ન થતા સરકાર અસિત વોરાથી નારાજ

ભર શિયાળે માવઠાને લઇને ખેડૂતો ચિંતિત..અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા 4 ડિસેમ્બરે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો..શિયાળો ગરમ રહે તેવા એંધાણ

અધિકારીઓની મનમાની સામે ખેડૂતોમાં આક્રોશ..જુનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં દાદાગીરીને લઇને ગ્રેડર પર કર્યો હુમલો…

નિત્યાનંદ આશ્રમના સાધકો પોલીસ પ્રોટેક્શન સાથે બેંગલોર રવાના.. લાંબા વિવાદ બાદ નિત્યાનંદ આશ્રમ ખાલી કરાયો..કોર્ટો બંને સાધિકાઓના જામીન કર્યા નામંજૂર…

મહારાષ્ટ્ર ભાજપમાં વધુ એક રાજકીય ભૂકંપ સર્જાવાના એંધાણ… પકંજા મુંડાએ ભાજપ છોડવાના આપ્યા સંકેત.. શિવસેનાના સંપર્કમાં હોવાનો રાઉતનો ખુલાસો..

Tags:

Leave Comments