હેડલાઈન @ 5 PM

December 1, 2019 755

Description

ભરશિયાળે વરસાદથી ખેડૂતોમાં ચિંતા..વડોદરા,ડાંગ,નવસારી સહિતના અનેક જિલ્લામાં છુટો છવાયો વરસાદ..4 તારીખે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
=========
LRD ભરતીના મેરીટ લિસ્ટમાં મોટો છબરડો…1578 ઉમેદવારનું રિઝલ્ટ હજુ પણ અટવાયેલું.. જનરલ કેટેગરીમાં એકપણ મહિલાનું મેરીટ ન થયું જાહેર..
=========
અમદાવાદના પાલડી વિકાસગૃહમાંથી વધુ એક વખત યુવતી ફરાર..17 વર્ષની યુવતીને શોધવા રેલવે સ્ટેશન,બસ સ્ટેન્ડ પર તપાસ
=========
નિત્યાનંદના સાગરીત મંજૂલા પૂજા શ્રોફ, હિતેશ વસંત, અનિતા ગુઆ ભૂગર્ભમાં…સંદેશ ન્યુઝે તપાસ કરતા ત્રણેના ઘરે જોવા મળ્યા તાળા..પોલીસે હવે શોધવામાં લાગી
=========
હૈદરાબાદ દુષ્કર્મ કેસમાં રાક્ષસી હરકતનો ખુલાસો..ડોક્ટર યુવતીને દારૂ પીવડાવ્યો..તો સબ સાથે દુષ્કર્મ કર્યા બાદ સળગાવ્યો મૃતદેહ
=========
દિકરીઓના દુશ્મનો પર તવાઇ..રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર હેવાન સંકજામાં..તો વડોદરામાં સ્કેચ જાહેર કરી તપાસ કરાઇ તેજ
=========
સુરતમાં રફ્તારનો કહેર..ઉધના પાંડેસરાના હરિનગર પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત..અકસ્માતના દ્રશ્યો સીસીટીમાં કેદ
=========
ગાંધીનગરની ઓળખ ગણાતા 135 મીટર ઉંચા કુલિંગ ટાવરનું ડિમોલેશન…35 વર્ષ જુના કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેકનિકથી કરાયા ધ્વસ્ત

Leave Comments