હેડલાઈન @ 5 PM

January 14, 2020 1610

Description

નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન ફગાવી…22 જાન્યઆરીએ આરોપીઓની ફાંસી નક્કી.. સવારે 7 વાગે અપાશે ફાંસી..

જમ્મુ-કાશ્મીરમાં કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલનથી 4 જવાન શહીદ… અન્ય 5 લોકોના મોતના પણ અહેવાલ..

જમ્મુ કાશ્મીરમાં ફસાઇ ગયેલા ગુજરાતનાં ખેડા-આણંદનાં 160 પ્રવાસીઓ ફર્યા પરત.. મદદ કરી સલામત સ્થળે ખસેડાવા બદલ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો

રાજ્યમાં મકરસંક્રાતિના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી.. આકાશમાં જામ્યો રંગબેરંગી માહોલ.. ચારે તરફ એ લપેટ એ લપેટની બૂમો સાથે ઉજવણી..

ગુજરાતનાં સેલિબ્રિટીઝે પણ ઉજવી ઉત્તરાયણ.. ગીતા રબારી.. કિંજલ દવે.. ધર્મેશ વ્યાસ.. અરવિંદ વેગડા.. સાંઇરામ દવે.. હેમંત ચૌહાણ સાથે ઉત્તરાયણની ઉજવણી

ઉત્તરાયણને લઇ 108 ઇમરજન્સી સેવાને બપોરે 4 વાગ્યા સુધીમાં મળ્યા 2220 કોલ..રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં યુવકના મોત..વડોદરામાં ધાબા પરથી પટકાતા એક મોત…

ઉત્તરાયણની ઉજવણી વચ્ચે રાજકીય પેચ.. સીએમે કહ્યું મારો પતંગ કપાવાની મને બીક નથી.. અમિત ચાવડાએ કહ્યું સીએમનો પતંગ માર્ચ પછી નહીં ચગી શકે..

દેશનાં ડિસેમ્બર માસનાં રિટેલ મોંઘવારી દરમાં થયો વધારો.. મોંઘવારી પર કોંગ્રેસનાં પ્રહાર.. સુરજેવાલાએ કહ્યું સરકાર તેના માટે જવાબદાર

ભારત-પાકિસ્તાન સીમા પર ફિરોઝપુર સેક્ટરમાં દેખાયું પાકિસ્તાની ડ્રોન.. સેનાએ કર્યું ફાયરિંગ.. સર્ચ ઓપરેશન ચાલુ..

Leave Comments