હેડલાઈન @ 5 PM

July 22, 2018 425

Description

ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં 5માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી.. કાટમાળમાં 10થી વધુ મજુર દટાયાની આશંકા.. NDRFની ટીમ ઘટનાસ્થળે..

અમદાવાદના મોલમાં હવેથી નહીં લેવામાં આવે ટ્રાફિકનો ચાર્જ.. મોલના પાર્કિંગ પ્લોટમાં ફ્રિ પાર્કિંગ સુવિધા અપાશે.. વસ્ત્રાપુર પોલીસ દ્વારા ફટકારાઇ હતી નોટિસ..

વરસાદના કારણે અરવલ્લીમાં મકાન ધરાશાયી.. બાલાસીનોરમાં મકાનની દિવાલ ધરાશાયી થતા બે લોકોના મોત.. તો મહેસાણામાં ગેસના સિલિન્ડરમાં લાગતા 9 લોકો દાઝ્યા..

આગામી ફરી પાંચ દિવસ દક્ષિણ અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘો… મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ખાબકશે વરસાદ.. એકસાથે ત્રણ સિસ્ટમ થઇ સક્રિય..

ભાવનગરના જેસરમાં વરસાદના કારણે ભારે તારાજી.. વરસાદના કારણે ખેતરો ધોવાયા, પાક નિષ્ફળ.. તો રોડ-રસ્તાઓનું પણ ધોવાણ થતા સ્થાનિકોને હાલાકી..

પાટણના સાંસદ લીલાધર વાઘેલાની બનાસકાંઠાથી ચૂંટણી લડવાની ઇચ્છા.. હરિભાઇ ચૌધરીને કહ્યું બેઠક ખાલી કરો.. આગામી ચૂંટણી હું બનાસકાંઠાથી લડીશ..

કોંગ્રેસે CWCની બેઠક બોલાવી.. બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું લોકશાહી બચાવવા માટે સમાન વિચારધારાવાળા પક્ષ અંગત મહત્વાકાંક્ષાઓ છોડીને સાથે આવે..

મુંબઈમાં લાગ્યા પીએમ મોદી અને રાહુલ ગાંધીના ગળે મળ્યાના ફોટા સાથે પોસ્ટર.. કોંગ્રેસે પોસ્ટર લગાવી લખ્યુ નફરત નહીં પ્રેમથી જીતીશું..

રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીને લઈ મોટી જાહેરાત.. વસુંધરા રાજે જ હશે સીએમ ઉમેદવાર.. અમિત શાહે ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કરી જાહેરાત..

જમ્મુ કાશ્મીરના કુલગામમાં કોન્સટેબલના અપહરણ બાદ કરાઈ હતી હત્યા.. આજે તે જ સ્થળે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર..

Leave Comments