હેડલાઈન @ 5 PM

July 11, 2018 500

Description

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી… દરિયા કિનારાના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ… તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ..

 

વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીએ 4 મીટરે પહોંચી.. વલસાડના તમામ વિસ્તારોને સાયરન વગાડીને કરાયા એલર્ટ.. 1.5 કલાકમાં શહેરના વિસ્તારોમાં આવી શકે છે પાણી..

નવસારીમાં 5 ઇંચથી વરસાદ ખાબકતાં પાણી જ પાણી…શહેર હોય કે ગામડાં ઘરોમાં પાણી..બજારો ગળાડુબ અને નદીઓ ગાંડીતુર..

 

મુંબઈમાં 4 દિવસ બાદ વરસાદે લીધો વિરામ..વરસાદે વિરામ લેતા રાહત..પરંતુ હવામાન વિભાગની હાઈ ટાઈટને લઈ આપ્યુ એલર્ટ.. રેલ્વે વ્યવાહ ફરી શરૂ..

ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ અને વાવેતરની ઘટ.. વરસાદમાં 46 ટકાની ઘટ તો ઘટ, 22 લાખ હેક્ટરમાં ઓછું વાવેતર નોંધાયુ.. કૃષિ ક્ષેત્રે ખેડુતો અને સરકારને ચિંતા..

સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર.. ખેડાના નાયકા ભરાઈ ગામે શરૂ કરાયુ ડાયવર્ઝનનું કામ..2 મહિનાથી જીવના જોખમે બાળકો જઈ રહ્યા હતા સ્કુલ..

 

કુંવરજી ભાજપમાં જોડાતા કોંગ્રેસે હાથ ધર્યુ ડેમેજ કંટ્રોલ પ્લાન.. વોટબેંક તુટતા કોંગ્રેસની કોળી સમાજ સાથે મળી બેઠક.. ભાજપના દુષપ્રચારને ખાળવા હાથ ધરાઈ કવાયત..

141મી રથયાત્રા નિમિતે પોલીસ દ્વારા રિહર્સલ.. 25000 પોલીસ જવાનો રથયાત્રામાં રહેશે તૈનાત.. બહારથી આવેલી ફોર્સ પણ કરાઈ તૈનાત..

Leave Comments