હેડલાઈન @ 5 PM

September 12, 2018 230

Description

હાર્દિક પટેલના 19 દિવસના નાટકીય તુતનો અંત.. નરેશ પટેલ, પ્રહલાદ પટેલ અને સીકે પટેલે કરાવ્યા પારણાં.. એસપી સ્વામીએ હાર પહેરાવી આશીર્વાદ આપ્યા.

હાર્દિકના પારણાંની જાહેરાત બાદ નીતિન પટેલનું નિવેદન.. કહ્યું, પારણાં કરે તે સારી વાત પરંતુ, બહારના નેતા પાસેથી જળ ગ્રહણ કરવાથી આગેવાનોની લાગણી દુભાઇ..

પૂર્વ પાસ કન્વીનર રેશ્મા અને વરૂણના હાર્દિકના નાટક પર આકરા પ્રહાર… કહ્યું, કોંગ્રેસની વોટબેંક મજબૂત કરવા નાટક રચ્યું.. ઉપવાસના નામે છલ કર્યું..

અમદાવાદના નરોડામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત.. પુત્રીને ઝેર પીવડાવી, પતિ-પત્નીએ ગળાફાંસો ખાધો.. સ્યુસાઇડ નોટમાં કાળી શક્તિનો ઉલ્લેખ..

વડોદરામાં ફરી શિક્ષક બન્યો હવસખોર.. MS યુનિવર્સિટીના પ્રોફેસરે કરી વિદ્યાર્થીનીની છેતરપિંડી.. યુનિવર્સિટીમાં પ્રોફેસરના પ્રવેશ પર પ્રતિબંધ…

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો.. ડેમની જળ સપાટી હાલ 125.71 મીટરે.. ડેમની જળસપાટીમાં દર કલાકે 3 સીમીનો વધારો..

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર નોર્થ ઇસ્ટમાં ભુકંપના આંચકા.. 5.5ની તિવ્રતાએ ધરા ધ્રુજાવી.. ભુકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં..

રાફેલ ડીલ પર ભારતીય વાયુસેનાનું અધિકૃત નિવેદન.. વાયુસેના ચીફ ધનોઆએ કહ્યું, અમારી પાસે હથિયારોની અછત.. રાફેલથી મળશે મજબુતી..

ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક સ્તરે ગગળ્યો.. અમેરિકી ડોલર સામે રૂપિયો 72.87 પર .. ક્રુડના ભાવમાં વધારો રૂપિયાના રકાસનું કારણ..

પહેલીવાર ખુલ્લા મંચ પર વિચાર રજૂ કરશે આરએસએસ.. પાકિસ્તાનને છોડી 60 દેશોને કરાશે આમંત્રીત.. દેશની તમામ પાર્ટીના આગેવાનોને પણ બોલાવાશે..

Leave Comments