હેડલાઈન @ 5.00 PM

December 29, 2018 575

Description

મિશન 2019 માટે ધમધમાટ શરૂ..26 બેઠકો ભાજપના વિજય માટે અમિત શાહે ઘડી રણનીતિ..તો કોંગ્રેસને મજબુત કરાવા અહેમદ પટેલ અને રાજીવ સાતવનો હુંકાર

કોંગ્રેસના સળગતા ઘરને ઠારવા હાઈકમાન્ડ મેદાનમાં..અહેમદ પટેલ કહ્યું કોંગ્રેસમાં કોઇ વિખવાદ નહીં..હિંમતનગરમા સ્ટેજ પર એક સાથે દેખાય તમામ નેતા..

ફિલ્મ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ મુદ્દે વિરોધનો વંટોળ.. અહેમદ પટેલે કહ્યું, આવી ફિલ્મો તો આવતી જતી રહેશે.. મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલીઝ પર લગાવાયો છે પ્રતિબંધ..

સુરતમાં પતંગ ચગાવતા બે બાળકોને લાગ્યો વીજકરંટ..બેસ્તાન વિસ્તારમાં દોરી વીજતારને અડકી જતા બાળકો દાઝ્યા…

રાજકોટમાં માતા-પુત્રીએ સાસુની હત્યા કરતા ચકચાર.. જેતપુરના અમરનગરમાં ઘર કંકાસને લઇને બોથડ પદાર્થથી સાસુને ઉતારી મોતને ઘાટ..

અમદાવાદીઓની આતુરતાનો અંત..મેટ્રો ટ્રેનના 4 ડબ્બા મુન્દ્રા પોર્ટથી અમદાવાદ માટે રવાના..અઢી મહિના સુધી કરાશે કોચનું પરિક્ષણ..

રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર.. 25થી પણ વધુ શહેરનું તાપમાન 10 ડિગ્રીથી નીચે.. આગામી 4 દિવસ સુધી ઠંડીનું જોર રહેશે..

Leave Comments