હેડલાઈન @ 5.00 PM

January 11, 2019 200

Description

દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારી… અમિત શાહનું નિવેદન; કહ્યું એક જ અઠવાડીયામાં સરકારે લીધા બે મહત્વના નિર્ણય.કહ્યું;19 માટે સંપૂર્ણ સજ્જ.

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે શરૂ કરી તૈયારી… કોંગ્રેસ 2 તબક્કામાં જાહેર કરશે ઉમેદવારના નામ.. ડોર ટુ ડોર પ્રચાર કરવાનો અમિત ચાવડાનો દાવો..

CBIથી હટાવીને ફાયર એન્ડ હોમગાર્ડની નોકરી ન સ્વીકારી આલોક વર્માએ.રાજીનામું આપતા કહ્યું; પદ પરથી હટાવતા પહેલા ન અપાયો કોઇ ખુલાસાનો મોકો.

સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યામાં રામ રહિમ સહિત 4 દોષીત જાહેર. 17મીએ થશે સજાનું એલાન. પંચકૂલાની વિશેષ CBI કોર્ટે કર્યો દોષીત જાહેર.

18થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ મુદ્દે મુખ્ય સચિવ જે.એન.સિંઘનું નિવેદન. કહ્યું;

પાકિસ્તાન આવે એમા કંઇ ખોટુ નથી.

સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર.. બાળકી પર દુષ્કર્મ આચરી લોહીલુહાણ હાલતમાં ઝાડીઓમાં ફેંકી.. પોલીસે ફરિયાદ નોંધી 2ની પૂછપરછ હાથ ધરી…

જયતિં ભાનુશાળીના હત્યારાઓની ઓળખ થઇ હોવાનો દાવો.. બે શખ્સો દ્વારા ભાનુશાળીની કરાઇ હત્યા..  મોડી રાત કે આવતીકાલે સવારે ભેદ ઉકેલાય તેવી શક્યતા..

લોકસભા પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉથલ પાથલના એંધાણ.. અખિલેશ અને માયાવતી કરી શકે ગઠબંધન.. આવતી કાલે બેઠકની જાહેરાત..

વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રીલિઝ.. સોશ્યલ મીડિયા પર ફિલ્મના ભરપૂર વખાણ.. અનુપમ ખેરની ઉમદા અદાકારી..

કોંગ્રેસના નેતા વિરજુ ઠુમરનો સંદેશ ન્યૂઝ પર ખાસ ઈન્ટર્વયુ.. અમરેલીથી લોકસભા લડવાની વ્યક્ત કરી ઈચ્છા.. પરેશ ધાનાણીના જૂથથી માંડી રાષ્ટ્રીય મુદ્દાઓ પરના સટીક સવાલ..

Leave Comments