હેડલાઈન @ 5.00 PM

January 10, 2019 320

Description

ગરીબ સવર્ણ અનામત બીલને સુપ્રીમ કોર્ટમાં પડકાર.. એક NGOએ સુપ્રીમ કોર્ટમાં અનામતના સંશોધન પ્રસ્તાવને પડકાર્યો.. લોકસભા અને રાજ્યસભામાં બીલ થઇ ચુક્યું છે પાસ..

GSTની બેઠક બાદ અરૂણ જેટલીનું નિવેદન.. કહ્યું કોમ્પોઝિશન સ્કીમની મર્યાદા દોઢ કરોડની થશે.. રિટર્ન વર્ષમાં એક જ વાર ભરવાનું રહેશે..

કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને કોળી સમાજની બેઠક મળ્યા બાદ રાજકીય સમીકરણો તેજ.. કુંવરજીએ કહ્યું માત્ર શુભેચ્છા મુલાકાત.. ચૂંટણીલક્ષી કોઈ ગતિવિધી નહીં..

ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને ધમકી.. અજાણ્યા શખ્સે ફોન કરી બિભત્સ ગાળો અને ધમકી આપ્યાનો આરોપ..

રાજકોટના હિરાસર નજીક એરપોર્ટને મંજૂરી.. 2500 એકરમાં બનશે નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ.. ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે કરાર..

અમદાવાદમાં 24 કલાક પાણી મળે તે માટે નવી પોલિસી… ત્રાગડ, વસ્ત્રાલ, નિકોલ અને સોલા ભાગવતના રહિશોને મળશે લાભ.. AMC દ્રારા બનાવવામાં આવી નવી પોલિસી..

રાજકોટમાં શ્યામ રાજાણીના માર બાદ એક મહિનાથી ગુમ મયુર અંતે મળ્યો.. કહ્યું ગેરકાયદે કામ કરતો અટકાવ્યો એટેલે શ્યામે મને માર્યો… મે શ્યામની પત્નીને કંઇજ કહ્યું નથી..

દવાનો ગેરકાયદે જથ્થો રાખવા બદલ કથિત ડૉક્ટર શ્યામ રાજાણી અને તેના પિતા હેમંત સામે ફરિયાદ.. દવા કેવી રીતે પહોંચી તેની પણ હાથ ધરાઇ તપાસ…

રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હવે 29 જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી.. પાંચ જજની બેંચમાં જસ્ટીશ યુ.યુ. લલિત ખસી જતા તારીખ પાછી લંબાવાઇ..

ગુજરાતમાં વધશે ઠંડી… રાજસ્થાન પર સાયકલોનિક સરક્યૂલેશન… કચ્છમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના… ઉત્તરાયણ પર 25 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન..

Leave Comments