હેડલાઈન @ 5.00 PM

January 3, 2019 500

Description

મોદી સરકાર ખેડૂતો માટે કરી શકે છે મોટી જાહેરાત..સિઝનમાં પ્રતિ હેક્ટર 4 હજારની સહાયનો કરી શકે છે નિર્ણય.. આર્થિક સહાયનાં પૈસા જમા થશે સીધા બેંકમાં..

ગુજરાત પાસેથી કેન્દ્ર ખરીદશે 6 લાખ 75 હજાર મેટ્રિક ટન મગફળી.ગુજરાતમાં કોલસા અને રેલ માટે મુશ્કેલી નહીં થાય.

અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોરની આવતીકાલે વાડજ સ્મશાનગૃહમાં કરવામાં આવશે અંતિમવિધિ. ફરિયાદ નોંધવાની તજવીજ.મૃતક PSIના પિતા સત્યેન્દ્રસિંહ કેસના ફરિયાદી.

દારૂબંધીના કાયદાના ખુદ પોલીસે ઉડાવ્યાં ધજાગરા…દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે લોકો પર વરસાવી લાઠીઓ…

રાજકોટમાં સ્વાઇનફ્લૂએ ઉંચક્યું માથુ.. નવા વર્ષે નોંધાયા 5 કેસ. સારવાર હેઠળ 11 દર્દીઓમાંથી 2ના મોત. રાજકોટમાં સ્વાઇનફ્લૂથી મોતનો આંકડો 44ને પાર…

કચ્છના આદિપુર કોલેજના સ્ટેડિયમમાં એક વિદ્યાર્થીનીએ યુવકને માર માર્યાનો વિડીયો વાયરલ. યુવક વિદ્યાર્થીનીને પરેશાન કરતો હોવાનું પ્રાથમિક અનુમાન.

અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા એક કિશોરનું મોત…કિશોરનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઈનકાર…  પ્લેટિનમ હોટેલના માલિક અને મેનેજર વિરુદ્ધ ફરિયાદ….

ઉત્તર ભારત કાતિલ કોલ્ડવેવમાં ઠૂંઠવાયું.. લેહમાં માઈનસ 17.1 કિલોંગમાં માઈનસ 11.1 ડિગ્રી તાપમાન.. રાજ્યમા પણ ઠંડીનો ચમકારો..

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડીનીમાં ચોથી ટેસ્ટ મેચ..ચેતેશ્વર પુજારાએ ફટકારી શાનદાર સદી.. 4 મેચની ટેસ્ટ સીરીઝમાં પુજારાની ત્રીજી સદી..

Leave Comments