હેડલાઈન @ 5.00 PM

December 31, 2018 455

Description

ન્યુઝિલેન્ડમાં 2019ના વર્ષનું ગ્રાન્ડ વેલકમ..ભવ્ય આતસબાજી સાથે સમગ્ર દેશમાં શાનદાર ઉજવણી..વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા થનગનાટ

નવા વર્ષને આવકારવા થનગનાટ…ઉજવણીને લઇને ચાંપતો પોલીસ બંદોબસ્ત… તો મહેફિલ અને પાર્ટીઓ પર ખાસ નજર

તાપીના સિયાદલા ગામ પાસેથી 34 લાખ 38 હજારનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ. સ્ટેટ વિજિલન્સે પાડ્યા હતા દરોડા. દારૂ દમણથી નવાપુરા લઇ જવાતો હતો..

દિલ્હીવાસીઓને ન્યૂયર ગિફ્ટ. પિંક મેટ્રો લાઇનની શરૂઆત. દક્ષિણથી પૂર્વ દિલ્હી સુધી 9.7KMની લાઇન.5 સ્ટેશન હશે.

ગાંધીનગરમાં ભેખડ ધસી પડતા 2થી વધુ શ્રમિક દટાયા..કુડાસણ નજીક ચાલતી હતી કેશવ આરાદ્યમ કન્ટ્રક્શન સાઇટ..શ્રમિકોને કાઢવા હાથ ધરી કામગીરી

અમદાવાદના સોલાના PSI દેવેન્દ્રસિંહ રાઠોડે સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત..આત્મહત્યાનું કારણ હજુ અકબંધ..કરાઇમાં બજાવતા હતા ફરજ

ચાઇનીઝ દોરી આ વર્ષે પણ નોંતરશે અનેક મોત. અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા જ ચાઇનીઝ દોરીથી 3ના ગળા કપાયા..એકનું મોત.

જૂનાગઢ મનપામાં પાંચ દિવસમાં પાણીના એક હજાર ટેન્કરના ફેરા બતાવવાનું કૌભાંડ.મનપાએ અનેક વિસ્તારોમાં પાણી ન પહોંચવા છતા બિલ મંજૂર કરી દીધા.

આણંદના ઉમરેઠમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ.ઉમરેઠથી 208 ગુણી ઘઉંનો શંકાસ્પદ જથ્થો જપ્ત. ઉમરેઠ પોલીસે બે આરોપીઓને ઝડપ્યા.

રાજ્યમાં હજુ 2 દિવસ હાડ થીજાવતી ઠંડીની આગાહી. નલિયામાં 6.2 ડિગ્રી, કંડલા 8 ડિગ્રી તાપમાન.ઉત્તર – પૂર્વીય પવનના કારણે ઠંડીનું જોર હજુ વધશે.

Leave Comments