હેડલાઈન @ 5.00 PM

October 12, 2018 875

Description

મુળ ગુજરાતી અને આફ્રિકાના અબજોપતી મોહમ્મદ દેવજીનું તાન્ઝાનીયામાં અપહરણ…11 ઓકટોબરના રોજ બંદુકની અણીએ થયું અપહરણ…

મહારાષ્ટ્રના જલગાંવ નજીક સુરતની આંગડીયા પેઢીના કર્મી પાસેથી રૂપિયા 2.41 કરોડની લૂંટ… કારમાં આવેલા છ શખ્સો લૂંટ ચલાવી ફરાર.. લૂંટારૂઓ સુરતના હોવાની આશંકા…

ગુજરાત પર લોબાન વાવાઝોડાનો ખતરો. વેરાવળના દરિયાકાંઠે ઉછળ્યા 10 ફૂટ ઉંચા મોજા.. હજુ 80થી 135કીમીની ઝડપે ફુંકાશે પવન. દરિયાકાંઠાના તમામ રાજ્યોને હાઇ એલર્ટ..

વધુ એક ખેડૂત ચઢ્યો તંત્રની બલી.. રાણાવાવ તાલુકાના ખેડૂતે બેંકની લોન ભરપાઇ ન કરી શકતા ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત.સુસાઇડ પહેલા ઉતાર્યો મોબાઇલ વીડિયો..

સિંહ મામલે ICMRના રિપોર્ટમાં મોટો ધડાકો. હજુ 21 સિંહમાં ઘાતક વાયરસના લક્ષણો. રિપોર્ટમા સિંહને ગીરમાંથી ખસેડવાની ભલામણ..

ધારાસભ્યોના પગાર વધારા બિલને રાજ્યપાલની મંજૂરી.. ચોમાસુ સત્રમાં પગાર વધારા સહિત કુલ 7 બિલ પસાર કરાયા હતા..

તહેવારો સમયે પ્રજા પર ફરી મોંઘવારીનો માર. પેટ્રોલ 12 પૈસા તો ડિઝલ 28 પૈસા થયુ મોંઘુ. સિંગતેલના ભાવમા પણ થયો 10 રૂપિયાનો વધારો.

અમદાવાદની યુવતીએ કર્યો માઇકાના પ્રોફેસર પ્રવિણ મિશ્રા સામે છેડતીનો આરોપ. માઇકાના પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા. માઈકાએ કમિટીની રચના કરીને તપાસના આપ્યા આદેશ.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કર્યું મી ટુ કેમ્પેઇનનું સમર્થન. બીજી તરફ સાજીદ ખાન પર આરોપ હોવાના કારણે હાઉસફુલ – 4 ફિલ્મ છોડી.. અક્ષયે પણ કરી ટ્વીટ..

Leave Comments