હેડલાઈન @ 4.30 PM

May 24, 2019 830

Description

લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ PM મોદી અને શાહે લીધા અડવાણી અને એમ.એમ. જોષીના આશિર્વાદ.. જોષીએ કહ્યું જોડીએ કરી કમાલ.

ભવ્ય જીત બાદ પીએમ મોદી 28મેના રોજ પોતાના મત વિસ્તારમાં… બાબા કાશી વિશ્વનાથના દર્શન બાદ પીએમ પદના 30મીએ લેશે બીજી વખત શપથ…

30મીએ શપથવિધી પહેલા માતા હિરાબાને મળીને આશીર્વાદ લેશે પ્રધાનમંત્રી મોદી.શપથવિધીમાં વિદેશી મહેમાનો પણ રહેશે હાજર.

આગામી સમયમાં ફરી થશે રાજ્યસભાની ચૂંટણી…શાહ અને સ્મૃતિ ઈરાની આપશે રાજીનામું…કોંગ્રેસના 11 સભ્યોની ભાજપને પડશે જરૂર…

સુરતમાં PM મોદીનું 20 ફૂટનું કટ આઉટ બન્યું આકર્ષણનું કેન્દ્ર…ફલાય ઓવર બ્રિજ કરતા પણ મોટું મોદીનું કદ….

લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધી આપી શકે છે કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું.રાહુલે હાર સ્વિકારતી વખતે પણ આપ્યા હતા રાજીનામાનાં સંકેતો.

આવતીકાલે કોંગ્રેસ CWCની બેઠક.લોકસભા ચૂંટણીમાં હારના કારણો અંગે થશે ચર્ચા. રાહુલ ગાંધીના રાજીનામા પર પણ થઇ શકે છે નિર્ણય.

મધ્યપ્રદેશના CM કમલનાથના PA રાજેન્દ્ર મિગલાનીને ત્યાં IT વિભાગની રેડ.ઘરેણા અને રોકડ સહિતના દસ્તાવેજ જપ્ત. 7 એપ્રિલે 50 જગ્યાએ થયા હતા દરોડા.

મોદીને જીત પર સેના પણ એક્શનમાં. કુખ્યાત આતંકી ઝાકીર મુસાને કર્યો ઠાર. કાશ્મીરના ત્રાલ સેક્ટરના દદસરા ગામમાં એક ઘરમાં છુપાઇને બેઠો હતો મુસા.

Tags:

Leave Comments