હેડલાઈન @ 3 PM

April 3, 2020 620

Description

અમદાવાદનાં 7 નવા દર્દીઓનાં નામ થયા જાહેર.. સાતમાંથી 5 લોકો કાલુપુર વિસ્તારનાં.. 2 લોકો બાપુનગર વિસ્તારનાં..

અમદાવાદનાં 7 નવા કેસ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંક્યા થઇ 95.. પંચમહાલમાં કોરોનાથી વધુ એક મોત.. મોતનો આંકડો થયો 8..

કોરોના મુદ્દે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો એક્શન ટેકન રિપોર્ટ.. સરકારે સ્વીકાર્યું તબલીગી જમાતમાંથી આવેલા 68 લોકો હજુ ગુમ.. 83 લોકો ક્વોરન્ટાઇન

લોકડાઉન વચ્ચે પણ મસ્જિદમાં નમાઝ પઢવાની જીદ.. દિલ્હીમાં 5 લોકોએ મરકઝમાં નમાઝ અતા કરી.. તો ભરૂચમાં નમાઝ માટે એકત્ર થયેલા 8 લોકો સામે કાર્યવાહી

દેશમાં કોરોનાનાં કુલ 2640 કેસ.. અત્યાર સુધી 73 લોકોનાં થયા છે મોત.. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 423 કેસ.. દેશમાં એક દિવસમાં 90થી વધુ કેસનો વધારો..

વડાપ્રધાન મોદીનું દેશવાસીઓને સંબોધન.. 5 એપ્રિલે રાત્રે 9 વાગે.. 9 મિનીટ માટે ઘરમાં લાઇટ્સ બંધ કરી દીવો કે મીણબત્તી પ્રગટાવી પ્રકાશ ફેલાવવા દેશવાસીઓને અપીલ..

વિશ્વમાં કોરોનાનો વધતો કહેર.. વિશ્વભરમાં કોરોનાનાં 10 લાખ 19  હજાર પોઝિટિવ કેસ.. કોરોનાથી મોતનો આંકડો વધીને 53,458 થયો..

અમેરિકાની યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલનાં વૈજ્ઞાનિકોનો દાવો.. કોવીડ-19ની રસી વિકસાવી લીધી હોવાનો દાવો.. ઉંદર પર પરીક્ષણ સફળ થયું હોવાનું જણાવ્યું વૈજ્ઞાનિકોએ

Tags:

Leave Comments