હેડલાઈન @ 3 PM

July 21, 2018 380

Description

વિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ કિસાન કલ્યાણ રેલીમાં વડાપ્રધાનનું સંબોધન.. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ ખેડૂતો માટે મગરમચ્છના આસું વહાવે છે..

નરેન્દ્ર મોદી સરકાર સામેની અવિશ્વાસ દરખાસ્તમાં વડાપ્રધાનના સમર્થનમાં 325 મત પડ્યા.. કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોની પીછેહટ…..

લોકસભામાં આંખ મારી રાહુલ ગાંધીએ શરૂ કર્યો નવો વિવાદ.. સોશ્યલ મીડિયામાં રાહુલની આંખને લઇને થયા ટ્રોલ.. પ્રિયા પ્રકાશે પણ આપી પ્રતિક્રિયા..

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સંસદમાં જોવા મળ્યા અભૂતપૂર્વ દ્રશ્યો… રાહુલ ગાંધી પ્રધાનમંત્રીને ગળે મળ્યા… પીએમ મોદીએ રાહુલની પીઠ થાબડી….

દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તરમાં મેઘાની જમાવટ.. અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ.. નદીઓ ગાંડીતુર બની.. ગામડાઓ જળબંબાકાર..

રાજ્યમાં 32 જીલ્લાના 201 તાલુકામાં સરેરાશ 16.06 ઈંચ વરસાદ.. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 5.84 ઈંચ વરસાદ,.. રાજ્યમાં કુલ 31% વરસાદ..

અમદાવાદના જીવરાજમાં મેટ્રો રૂટમાં કોર્પોરેશનની બેદરકારીનો સૌથી મોટો ભુવો.. મેયરે ઘટનાસ્થળે પહોંચી લીધી મુલાકાત.. મેટ્રોના અધિકારીઓ સાથે કરી બેઠક..

અમદાવાદમાં શરૂઆતના વરસાદે ખોલી તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ… અનેક રસ્તા પાણીમાં ગરકાવ.. સોસાયટીઓમાં ભરાયા ઘૂટણસમા પાણી..

અફવા ફેલાતી રોકવા ભારતમાં વોટ્સએપ પર ફક્ત પાંચ મેસેજ જ ફોરવર્ડ થઇ શકશે.. ટૂંક સમયમાં એપમાંથી ફોર્વર્ડિંગ બટનને હટાવવામાં આવશે..

Leave Comments