હેડલાઈન @ 3 PM

October 12, 2018 785

Description

ગુજરાત પર લોબાન વાવાઝોડાનો ખતરો. વેરાવળના દરિયાકાંઠે ઉછળ્યા 10 ફૂટ ઉંચા મોજા.. હજુ 80થી 135કીમીની ઝડપે ફુંકાશે પવન. દરિયાકાંઠાના તમામ રાજ્યોને હાઇ એલર્ટ..

વધુ એક ખેડૂત ચઢ્યો તંત્રની બલી.. રાણાવાવ તાલુકાના ખેડૂતે બેંકની લોન ભરપાઇ ન કરી શકતા ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત.સુસાઇડ પહેલા ઉતાર્યો મોબાઇલ વીડિયો..

ધારાસભ્યોના પગાર વધારા બિલને રાજ્યપાલની મંજૂરી.. ચોમાસુ સત્રમાં પગાર વધારા સહિત કુલ 7 બિલ પસાર કરાયા હતા..

તહેવારો સમયે પ્રજા પર ફરી મોંઘવારીનો માર. પેટ્રોલ 12 પૈસા તો ડિઝલ 28 પૈસા થયુ મોંઘુ. સિંગતેલના ભાવમા પણ થયો 10 રૂપિયાનો વધારો.

અમદાવાદની યુવતીએ કર્યો માઇકાના પ્રોફેસર પ્રવિણ મિશ્રા સામે છેડતીનો આરોપ. માઇકાના પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા. માઈકાએ કમિટીની રચના કરીને તપાસના આપ્યા આદેશ.

સ્કૂલ સેફ્ટીને લઈને રાજ્યના શિક્ષણ વિભાગનો વિવાદાસ્પદ પરિપત્ર. સરકારી અને ખાનગી શિક્ષકોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પર જાતીય ગુના, પોક્સોના ગુનાના દોષિત ન હોવાનું સોગંદનામુ કરવું પડશે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કર્યું મી ટુ કેમ્પેઇનનું સમર્થન. બીજી તરફ સાજીદ ખાન પર આરોપ હોવાના કારણે હાઉસફુલ – 4 ફિલ્મ છોડી.. અક્ષયે પણ કરી ટ્વીટ..

સિંહ મામલે ICMRના રિપોર્ટમાં મોટો ધડાકો. હજુ 21 સિંહમાં ઘાતક વાયરસના લક્ષણો. રિપોર્ટમા સિંહને ગીરમાંથી ખસેડવાની ભલામણ..

મનસુખ માંડવિયાએ કરી અલંગ શિપિંગના અધિકારીઓ સાથે બેઠક બાદ જાહેરાત. હજારની કેપેસિટીવાળા આવાસ પરપ્રાંતિય કારીગરો માટે બનાવાઇ ગયા. હજુ અનેક કલ્યાણલક્ષી યોજનાઓ.

આધ્યશક્તિની આરાધનાના પર્વનો આજે ત્રીજો દિવસ. શેરીથી માંડી પાર્ટી પ્લોટ્સમાં જામ્યો નવરાત્રીનો રંગ… બીજા નોરતે મન મુકીને ગરબે ઘુમ્યા ખેલૈયાઓ…

Leave Comments