હેડલાઈન @ 3 PM

July 12, 2018 395

Description

રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદી રમઝટ..નવસારી અને વલસાડમાં આભ ફાટ્યું…બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ.. 5 તાલુકાઓમાં 6 થી વધુ ઇંચ મેઘમહેર..

 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી… દરિયા કિનારાના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ… તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ..

 

સુરતના વરાછા વિસ્તારમાં વરસાદથી દિવાલ ધરાશાયી..વંદના સોસાયટીની પ્રોટેક્શન વોલ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ

 

તો ઉધના વિસ્તારની જીવન જ્યોત ખાડીની સપાટી ભયજનક 1531388730સપાટીએ..6.50 મીટર પર પહોંચી સપાટી…ભારે વરસાદથી ખાડી બની નદી જેવી…

 

નવસારીમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી…શહેર હોય કે ગામડાં ઘરોમાં પાણી..બજારો ગળાડુબ અને નદીઓ ગાંડીતુર..

રાજ્યમાં વરસાદી દુર્ઘટનાથી 17 લોકો અને 83 પશુઓના મોત… ગાંધીનગર ઈમરજન્સી સ્ટેટ કંટ્રોલએ આપી માહિતી..રાજ્યમાં રાહત – બચાવ કામગીરી માટે 12 NDRFની ટીમ સજ્જ

 

વાવના કોંગી ધારાસભ્ય ગેનીબેનનું વધુ એક વિવાદીત નિવેદન કહ્યું..ખેડૂતોને બે દિવસમાં પાણી નહીં મળે તો હિંસક બની સરકારી સંપત્તિને કરશે નુકશાન..

 

કોંગ્રેસ નેતા શશિ થરૂરનો ભાજપ પર હુમલો..2019માં ભાજપ જીતશે તો દેશ બનશે હિંદૂ પાકિસ્તાન..તો ભાજપે કહ્યું કોંગ્રેસ દેશ અને હિંદૂઓનું વારંવાર કરે છે અપમાન

 

જમ્મૂ કશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર..ગોળીબારમાં સેનાના એક કમાંડો શહીદ થયા..જ્યારે એક જવાન ઘાયલ

જગન્નાથ મંદીરે ભવ્ય નેત્રોત્સવ વિધી… તો રથયાત્રા માટે પોલીસ દ્વારા  કરાયું રિહર્સલ.. 25000 પોલીસ જવાનો રથયાત્રામાં રહેશે તૈનાત.. બહારથી આવેલી ફોર્સ પણ કરાઈ તૈનાત..

Leave Comments