હેડલાઈન @ 3.30 PM

July 21, 2019 335

Description

 

વરસાદની રાહ જોતા લોકો માટે રાહત. 2 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી.દક્ષિણ ગુજરાતમાં ભારે તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ.
========

અમદાવાદ શહેરમાં લાંબા ઇંતેજાર બાદ વરસાદનું આગમન. શહેરના જીવરાજ પાર્ક, વાડજ, કૃષ્ણનગર, શાહપુર, સિંધુભવન રોડ, અને પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ.
========
ભારે વરસાદ આવતા રાજ્યની અનેક નદીઓમાં પૂર. સાવરકુંડલાની ચરખડિયા નદી, વાવડીની સ્થાનિક નદી, લિલિયાની નાવલી નદી સહિત અનેક નદીઓ બે કાંઠે.
========

ઉપરવાસથી 44992 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી 121.47 મીટર. ગુજરાતના ખેડૂતો માટે છોડાયુ 9258 ક્યુસેક પાણી.
========

આજે રાજ્યમાં પેટાચૂંટણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન.. જૂનાગઢ મનપા પેટા ચૂંટણીમાં બપોરે 2.30 વાગ્યા સુધીમાં માત્ર 29.12% મતદાન.
========
સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે ધક્કા ખાતા વિવેકના ભાઈ પ્રતિકને મળ્યું એડમિશન.કેન્દ્રિય મંત્રી માંડવિયાએ કરી મદદ.
========

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને જાનથી મારવાની ધમકી આપી ખંડણી માગતી મહિલાની ધરપકડ. દોઢ કરોડની ખંડણી માગ્યાની ફરિયાદ દાખલ.
========
આજે શિલા દિક્ષિતના અંતિમ સંસ્કાર.. શિલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં થશે વિલિન…અંતિમ દર્શને નિકળી શિલા દીક્ષિતના નશ્વર દેહ યાત્રા…
========

લોકસભા ચુંટણી દરમ્યાન સંદેશ ન્યૂઝ રહ્યું નંબર-1… મીડીયા બ્રાન્ડ એવોર્ડ-2019થી સન્માનિત.. ચૂંટણીની ચોપાટ એડ કેટેગરીએ જીત્યો બ્રોન્ઝ એવોર્ડ..
========

Leave Comments