હેડલાઈન @ 2 PM

December 6, 2018 170

Description

ગુજરતમાં પેપરલીક કૌભાંડમાં સૌથી મોટો પર્દાફાશ…અંડરવર્લ્ડ કનેક્શન આવ્યું સામે…. દિલ્લીની ગેંગનું ગુજરાતમાં સૌથી મોટુ કનેક્શન નિલેશ સાથે…એકમાત્ર નિલેશ જ છે મુખ્ય ગેંગનો સાગરીત….

લોકરક્ષક ભરતી મામલે નવા પેપર સેટની તૈયારી શરૂ….નવા પેપરને લઈને મળી ઉચ્ચ સ્તરીય બેઠક…રાજ્ય પોલીસવડા, મુખ્ય સચિવ સાથે CMની ભરતી મામલે ચર્ચા…

પેપરલીકકાંડના મુખ્ય આરોપી યશપાલની મહિસાગરના છાપરીના મુવાડાથી ધરપકડ. સુરત કેન્દ્ર ખાતે આપવાનો હતો લોકરક્ષકની પરીક્ષા.યશપાલના નિવેદનના આધારે ગાંધીનગર પોલીસ દિલ્હી જશે …

લોકેશનના આધારે વડોદરાની કપુરાઇ ચોકડીથી વધુ 2ની તો બનાસકાંઠાના કોદરામથી એકની અટકાયત. બનાસકાંઠામાંથી અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત. તમામને ગાંધીનગર લઈ જવાયા.

ભરૂચમાં તાલુકા BJPના પ્રમુખ અલ્પેશના જન્મદિવસે ભાજપ આગેવાનોની દારૂની મહેફીલનો કથિત વિડીયો વાયરલ. જાહેર સ્થળ પર વિદેશી દારૂની મહેફીલ માણતા ભાજપના કાર્યકરો કેમેરામાં કેદ.

ગુજરાતની બેરોજગારીનો શરમજનક ચિતાર..અમદાવાદમાં 9પાસની ટ્રાફિક બ્રિગેડની ભરતીનું ફોર્મ મેળવવા માટે બીજા દિવસે પણ હજારો ગ્રેજ્યુએટ ઉમેદવારોની  લાગી લાંબી લાઈન.

પાકવીમો નહીં ચૂકવાતા રાજકોટના ખેડૂતોએ ખોડલધામ સુધી યોજી પદયાત્રા…સરકારને સદબુદ્ધી આવે તેવી પ્રાર્થના સાથે વગાડ્યા ઢોલ…

મહિસાગરમાં આદિવાસી જાતિ પ્રમાણપત્રની માગ બની ઉગ્ર.ખાનપુર તાલુકામાં લોકોએ ત્રીજા દિવસે પણ કર્યો  શિક્ષણનો બહિષ્કાર. 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત

Tags:

Leave Comments