હેડલાઈન @ 2 PM

October 12, 2018 140

Description

ગુજરાત પર લોબાન વાવાઝોડાનો ખતરો. દક્ષિણ ગુજરાતમાં 80થી 135કીમીની ઝડપે ફુંકાશે પવન. દરિયાકાંઠાના તમામ રાજ્યોને હાઇ એલર્ટ.. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના..

તહેવારો સમયે પ્રજા પર ફરી મોંઘવારીનો માર. પેટ્રોલ 12 પૈસા તો ડિઝલ 28 પૈસા થયુ મોંઘુ. સિંગતેલના ભાવમા પણ થયો 10 રૂપિયાનો વધારો.

શેરબજારમા કડાકો. ગુજરાતની ડઝનબંધ કંપનીઝ 52 વીકની સૌથી નીચી સપાટીએ..  શેરબજારમાં નુકશાનીના કારણે જેતપુરના વિપુલ શિંગાળા નામના યુવાનનો આપઘાત..

સ્કૂલ સેફ્ટીને લઈને રાજ્યના શિક્ષણ વિભાગનો વિવાદાસ્પદ પરિપત્ર. સરકારી અને ખાનગી શિક્ષકોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પર જાતીય ગુના, પોક્સોના ગુનાના દોષિત ન હોવાનું સોગંદનામુ કરવું પડશે.

રાજ્ય સરકારે હાઈકોર્ટને લખેલા પત્રના અનુસંધાને રાજ્યમાં 3 રેપ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની મંજૂરી.

સાબરકાંઠાનો 1 અને સુરતના 2 કેસમાં ચાલશે ફાસ્ટ ટ્રેક કોર્ટ…

સિંહ મામલે ICMRના રિપોર્ટમાં મોટો ધડાકો. હજુ 21 સિંહમાં ઘાતક વાયરસના લક્ષણો. રિપોર્ટમા સિંહને ગીરમાંથી ખસેડવાની ભલામણ..

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાના માથાના પાછલા ભાગનું કાર્ય પૂર્ણ. આખી પ્રતિમા જોવા મળતા ઉત્સાહ. 31 ઓક્ટોબરે થશે અનાવરણ..

આધ્યશક્તિની આરાધનાના પર્વનો આજે ત્રીજો દિવસ. શેરીથી માંડી પાર્ટી પ્લોટ્સમાં જામ્યો નવરાત્રીનો રંગ… બીજા નોરતે મન મુકીને ગરબે ઘુમ્યા ખેલૈયાઓ…

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કર્યું મી ટુ કેમ્પેઇનનું સમર્થન. બીજી તરફ સાજીદ ખાન પર આરોપ હોવાના કારણે અક્ષય કુમારે હાઉસફુલ – 4 ફિલ્મ છોડ્યાના ખબર.

Leave Comments