હેડલાઈન @ 2 PM

April 15, 2019 470

Description

કોડીનારથી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર.. કહ્યું, જૂંઠ બોલવું એ કોંગ્રેસની માનસિકતા.. પીએમ મોદી સિવાય દેશને કોઇ સુરક્ષિત નહીં રાખી શકે..

ચોકીદાર પરના નિવેદન પર ફસાયા રાહુલ ગાંધી.. સુપ્રીમ કોર્ટે 7 દિવસમાં જવાબ આપવા કહ્યું, ભાજપ નેતા મિનાક્ષી લેખીએ કરી હતી અરજી..

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે.. અમરેલીમાં પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે.. જેસર રોડ પર જાહેર સભાને સંબોધશે..

આખરે 4 દિવસ બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખને મળ્યું અલ્પેશ ઠાકોરનું રાજીનામું.. કોંગ્રેસના તમામ હોદ્દા પરથી અલ્પેશનું રાજીનામું.. લીગલ ટીમ ટેક્નિકલ બાબતોનો કરશે અભ્યાસ..

જયાપ્રદા પર વિવાદિત નિવેદન આપીને ફસાયા આઝમ ખાન.. મેજિસ્ટ્રેટે આઝમ ખાન વિરૂદ્ધ કેસ કર્યો.. મહિલા આયોગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી..

સબ સોનિક ક્રુઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરિક્ષણ.. 1000 કિમિ સુધી માર કરવાની ક્ષમતા.. ભારતીય સેનાની તાકાતને મળશે વધુ મજબુતી..

વર્લ્ડકપ 2019 માટે આજે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત.. ચોથા સ્થાન માટે 4 દાવેદાર.. મોટા ભાગના નામ નક્કી હોવાની ચર્ચા..

ધમધોખતા તાપ વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો.. કચ્છ, તાપી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા.. ખેડૂતોની ચિંતામાં વધારો..

ઉનાળાના આરંભથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ.. મોટા ભાગના શહેરો 40 ડિગ્રી તાપમાનને પાર.. અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન..

Leave Comments