હેડલાઈન @ 2 PM

September 12, 2018 1205

Description

ઉપવાસના 19માં દિવસે હાર્દિક પટેલ કરશે પારણાં.. ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ હાર્દિકને કરાવશે પારણાં.. પાસે કરી જાહેરાત..

હાર્દિકના પારણાંની જાહેરાત બાદ પ્રથમ વખત નીતિન પટેલનું નિવેદન.. કહ્યું, હાર્દિક પારણાં કરે તે સારી વાત પરંતુ, ગુજરાત બહારના નેતા પાસેથી જળ ગ્રહણ કરવાથી આગેવાનોની લાગણી દુભાઇ..

અમદાવાદના નરોડામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત.. પુત્રીને ઝેર પીવડાવી, પતિ-પત્નીએ ગળાફાંસો ખાધો.. સ્યુસાઇડ નોટમાં કાળી શક્તિનો ઉલ્લેખ..

વડોદરામાં ફરી શિક્ષક બન્યો હવસખોર.. MS યુનિવર્સિટીના પ્રોફેસરે કરી વિદ્યાર્થીનીની છેતરપિંડી.. યુનિવર્સિટીમાં પ્રોફેસરના પ્રવેશ પર પ્રતિબંધ…

સુરતના નાનપુરામાં ભાજપના કોર્પોરેટર પ્રવિણ કહારના ઘરની સામે જ 20 ફુટનો મસમોટો ભૂવો પડ્યો.. 8 ફૂટ પહોંળા ભૂવાના કારણે ભયનો માહોલ..

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો.. ડેમની જળ સપાટી હાલ 125.71 મીટરે.. ડેમની જળસપાટીમાં દર કલાકે 3 સીમીનો વધારો..

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર નોર્થ ઇસ્ટમાં ભુકંપના આંચકા.. 5.5ની તિવ્રતાએ ધરા ધ્રુજાવી.. ભુકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં..

ફરી ભારતીય સીમામાં 4 કિલો મીટર સુધી ઘુસ્યા ચીની સૈનિક.. ITBP જવાન અડીખમ રહેતા ચીની સૈન્યએ કરી પીછેહટ..

રાફેલ ડીલ પર ભારતીય વાયુસેનાનું અધિકૃત નિવેદન.. વાયુસેના ચીફ ધનોઆએ કહ્યું, અમારી પાસે હથિયારોની અછત.. રાફેલથી મળશે મજબુતી..

ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક સ્તરે ગગળ્યો.. અમેરિકી ડોલર સામે રૂપિયો 72.87 પર .. ક્રુડના ભાવમાં વધારો રૂપિયાના રકાસનું કારણ..

પહેલીવાર ખુલ્લા મંચ પર વિચાર રજૂ કરશે આરએસએસ.. પાકિસ્તાનને છોડી 60 દેશોને કરાશે આમંત્રીત.. દેશની તમામ પાર્ટીના આગેવાનોને પણ બોલાવાશે..

Leave Comments