હેડલાઈન @ 2 PM

October 9, 2019 500

Description

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લીલા દુષ્કાળ પર ચર્ચા.. સાથે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં આવતી સમસ્યાની સમિક્ષા…

દારૂબંધી મામલે રાજસ્થાન અને ગુજરાતના CM સામસામે.. અશોક ગહેલોતે કહ્યું ગુજરાતમાં દારુ નહીં મળતો હોય તો છોડી દઇશ રાજનીતિ.. સીએમ રૂપાણીને પણ પડકાર્યા..

રાજકોટમાં CM રૂપાણીના પિતરાઈ ભાઈનું 45 મિનિટ સુધી 108  ન આવતા CMના ભાઈનું નિધન.. કલેક્ટરે કહ્યું ગામના એક જ નામને લઇ એમ્બ્યુલન્સ અન્ય ગામ પહોંચી…

સુરતની કિરણ હોસ્પિટલ ફરી વિવાદમાં.. સરકાર અને દર્દીઓ પાસેથી રૂપિયા લેતી હોવાનું ખુલતા આયુષ્યમાન અને મા યોજનામાંથી કરાઇ બાકાત..

છેલ્લા બે મહિનાથી નર્મદા ડેમ ઓવરફ્લો.. 360 કરોડ વીજળીનું ઉત્પાદન… ગુજરાતને બે વર્ષ સુધી સિંચાઇ અને પીવાનું પાણી મળી રહેશે…

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ… સગીર વાહન ચલાવતા પકડાય તો બે હજાર રૂપિયા દંડ… પોલીસે કહ્યું દંડનો હેતુ આવક વધારવાનો નહીં..

પીએમ મોદીના આમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 ઓક્ટોબરે આવશે ભારત.. મોદી સાથે આતંકવાદ સહિતના મુદ્દે કરશે વાતચીત…

ભારત અને ચીન વચ્ચે ડિસેમ્બરમાં જોઇન્ટ એન્ટિ ટેરર એક્સરસાઇઝ.. બન્ને દેશની સેના આતંકી ખાત્મા માટે કરશે પ્રેક્ટિસ…

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કહ્યું ભારતમાં આર્થિક મંદીની ગંભીર અસર.. ભવિષ્યને લઇને પણ આપી ચેતવણી.. કહ્યું વિશ્વનાં 90 ટકા દેશો મંદીની ઝપેટમાં..

સ્ટેટ બેંક ઓફ ઇંડિયાએ લોનનાં ગ્રાહકોને ફરી આપી ભેટ.. એમસીએલઆર આધારીત વ્યાજદરમાં કર્યો 0.10 ટકાનો ઘટાડો.. લોન થશે સસ્તી.. 10 ઓક્ટોબરથી નવા દર લાગુ..

લંડનમાં આયોજીત ધ સ્પોટ્સ બિઝનેસ સમિટમાં નીતા અંબાણીએ જસપ્રીત બુમરાહના કર્યા વખાણ… કહ્યું એક નાના શહેરમાંથી આવેલો બુમરાહ આજે લાખો યુવાનો માટે આદર્શ..

Tags:

Leave Comments