હેડલાઈન @ 2.00 PM

July 21, 2019 455

Description

સુરત, છોટા ઉદેપુર, અમરેલી, વડોદરા અને નર્મદા સહિત રાજ્યના 8 જિલ્લાઓમાં રાતથી જ મેઘરાજાની મહેર. ખેડૂતો ખુશખુશાલ

વરસાદની રાહ જોતા લોકો માટે રાહત. 2 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી.દક્ષિણ ગુજરાતમાં ભારે તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ.

અમદાવાદ શહેરમાં લાંબા ઇંતેજાર બાદ વરસાદનું આગમન. શહેરના જીવરાજ પાર્ક, વાડજ, કૃષ્ણનગર, શાહપુર, સિંધુભવન રોડ, અને પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ.

ભારે વરસાદ આવતા રાજ્યની અનેક નદીઓમાં પૂર. સાવરકુંડલાની ચરખડિયા નદી, વાવડીની સ્થાનિક નદી, લિલિયાની નાવલી નદી સહિત અનેક નદીઓ બે કાંઠે.

ઉપરવાસથી 44992 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી 121.47 મીટર. ગુજરાતના ખેડૂતો માટે છોડાયુ 9258 ક્યુસેક પાણી.

આજે રાજ્યમાં પેટાચૂંટણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન.. જૂનાગઢ મનપા પેટા ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 22.33% મતદાન.

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને જાનથી મારવાની ધમકી આપી ખંડણી માગતી મહિલાની ધરપકડ. દોઢ કરોડની ખંડણી માગ્યાની ફરિયાદ દાખલ.

આજે બપોરે 2.30 વાગ્યે શિલા દિક્ષિતના અંતિમ સંસ્કાર.. બપોરે 12 વાગે નશ્વર દેહને કોંગ્રેસ ભવન લવાશે.. કોંગ્રેસનો ઝંડો અધુરો ફરકેલો રહેશે..

લોકસભા ચુંટણી દરમ્યાન સંદેશ ન્યૂઝ રહ્યું નંબર-1… મીડીયા બ્રાન્ડ એવોર્ડ-2019થી સન્માનિત.. ચૂંટણીની ચોપાટ એડ કેટેગરીએ જીત્યો બ્રોન્ઝ એવોર્ડ..

Leave Comments