હેડલાઈન @ 12 PM

January 12, 2019 740

Description

રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીનો આજે બીજો દિવસ… પીએમ મોદી આપશે જીતનો મંત્ર.. અમિત શાહે કહ્યું વિપક્ષ પાસે ના નેતા કે ના નિયત..

ઉત્તર પ્રદેશમાં મોદીના વિજય રથને રોકવા એસપી-બીએસપી આજે ગઠબંધનની કરશે જાહેરાત.. જો કે કોંગ્રેસને ગઠબંધનથી રખાયું દૂર..

સામી ચૂંટણીએ કોંગ્રેસમાં કકળાટ ખાળવા પ્રદેશ માળખુ ફરી ગઠીત થાય તેવા એંધાણ.. કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી કરાઇ શકે છે મુક્ત..

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા.. આરોપી મનિષા સહિત બે શાર્પશુટરની પોલીસે કરી અટકાયત..

અમદાવાદમાં બિલ્ડરના ત્રાસથી કંટાળી લેબર કોન્ટ્રાક્ટરે કર્યો આપઘાત..ત્રણ બિલ્ડરે રૂપિયા ન આપ્યાનો સુયસાઇટ નોટમાં ઉલ્લેખ..

18થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ મુદ્દે મુખ્ય સચિવ જે.એન.સિંઘનું નિવેદન. કહ્યું; પાકિસ્તાન આવે એમા કંઇ ખોટુ નથી.

અમદાવાદમાંથી ઝડપાયું વધુ એક બોગસ કોલસેન્ટર.. કારંજ પોલીસે 2 આરોપીની કરી ધરપકડ..

મહિસાગરમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત.. ફરિયાદ નોંધાતા આરોપી મહિલા ડોક્ટર ફરાર..

રાજકોટ સ્વાઈન ફ્લૂમાં વધુ 5 પોઝિટિવ કેશ આવ્યા સામે.. 11 દિવસમાં 26 પોઝિટિવ.. 4 દર્દીના મોત..

મકરસંક્રાતિને લઈને પતંગ બજારમાં સઘન ચેકિંગ. . રાજકોટમાં ચાઇનીઝ દોરી એને તુક્કલનો જથ્થો ઝડપાયો..

રાજ્યમાં હજુ 2 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી.. ઉત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીનું જોર રહેશે યથાવત..

Tags:

Leave Comments