હેડલાઈન @ 12 PM

April 15, 2019 410

Description

ગુજરાતમાં શાહનો ઝંઝાવાતી પ્રચાર.. ગીર સોમનાથ અને ડીસામાં અમિત શાહની જાહેરસભા.. કોડિનારમાં મનસુખ માંડવિયા રહેશે હાજર…

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે.. અમરેલીમાં પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે.. જેસર રોડ પર જાહેર સભાને સંબોધશે..

અલ્પેશના કારણે ઠાકોર સેના,ઠાકોર સમાજ અને કોંગ્રેસમાં ડખા.. અલ્પેશ સામે પગલા લેવાથી કોંગ્રેસની પીછેહટ.. તો કોંગ્રેસના જ OBC નેતાઓ વચ્ચે ખેંચતાણ..

જયાપ્રદા પર વિવાદિત નિવેદન આપીને ફસાયા આઝમ ખાન.. મેજિસ્ટ્રેટે આઝમ ખાન વિરૂદ્ધ કેસ કર્યો.. મહિલા આયોગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી..

મત મેળવવા નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતર્યા નેતાઓ.. લલિત કગથરાએ ભાજપના નેતાઓને ગણાવ્યા હલકટના પેટના.. તો વિ.કે.ખાંટનો રૂપિયા સાથે ફોટો થયો વાયરલ..

જેટ એરવેઝ પર આર્થિક સંકટ.. 1500 કરોડ રૂપિયા નહીં મળે તો, 26 વર્ષ જૂની કંપની થઇ જશે બંધ.. 1100 પાયલટ્સની હડતાળ પર જવાની ચિમકી.

ધમધોખતા તાપ વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો.. કચ્છ, તાપી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા.. ખેડૂતોની ચિંતામાં વધારો..

ઉનાળાના આરંભથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ.. મોટા ભાગના શહેરો 40 ડિગ્રી તાપમાનને પાર.. અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન..

Leave Comments