હેડલાઈન @ 12 PM

February 14, 2020 485

Description

બિન અનામત આંદોલનકારીઓને માગને લઇને આજે મહત્વની બેઠક.. સીએમ, ડેપ્યુટી સીએમ વચ્ચે યોજાશે બેઠક.. સમાજની લાગણીથી સીએમને કરાશે વાકેફ

બેઠકની રાહ વચ્ચે બિન અનામત વર્ગનાં આંદોલનકારીઓ ત્રીજા દિવસે પણ આંદોલન પર.. અનામત વર્ગની બહેનો પણ ધરણાં પર યથાવત

કોંગ્રેસનાં સંગઠન મામલે રાજીવ સાતવનું નિવેદન.. કહ્યું 10-15 દિવસમાં સંગઠનની કામગીરી થશે પૂર્ણ.. માર્ચ મહિનાનાં પ્રથમ સપ્તાહમં જાહેર થઇ શકે માળખું

ભુજનાં ગુરુકુળમાં વિદ્યાર્થિનીઓનાં વસ્ત્રો ઉતારીને ચેકિંગ કરાયાનાં મુદ્દે મહિલા આયોગે આપ્યા તપાસનાં આદેશ.. જીલ્લા પોલીસ વડા પાસે માગ્યો રિપોર્ટ

પુલવામામાં 40 જવાનોનો જીવ લઇ જનાર આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ.. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ

પુલવામા હુમલાનાં એક વર્ષ પર રાહુલે ટ્વીટ કરી છેડ્યો વિવાદ.. રાહુલે પૂછ્યો હુમલાનો સૌથી વધુ ફાયદો કોને થયો.. સરકારે કોને દોષી ઠેરવ્યા..

ભીમા કોરેગાંવ કેસની તપાસ પૂણે પોલીસ પાસેથી લઇને એનઆઇએને સોંપાઇ.. શરદ પવારે કર્યા પ્રહાર.. કહ્યું કેન્દ્ર છીનવી રહી છે રાજ્યની સત્તા..

ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમન પહેલાં અમેરિકન ડેલિગેશન અમદાવાદની મુલાકાતે.. વિવિધ સ્થળો અને તૈયારીઓની મેળવશે માહિતી

આજે વેલેન્ટાઇન્સ ડે.. દેશભરમાં ધામધૂમથી ઉજવણી.. સુરત અને અમદાવાદની શાળાઓમાં માતૃ-પિતૃ વંદના કરાવીને કરાઇ ઉજવણી

Leave Comments