હેડલાઈન @ 12 PM

November 8, 2019 470

Description

CJI રંજન ગોગોઈ ઉત્તરપ્રદેશના અધિકારીઓને મળશે…અયોધ્યા પર સંભવિત ચુકાદા સંદર્ભે સજ્જતા અંગે મુલાકાત..

મહારાષ્ટ્રનું ગુંચવાતું કોકડું.. ભાજપ કહે છે કે મુખ્યમંત્રી ગઠબંધનનો હશે.. શિવસેના પોતાની વાત પર અડગ.. મોડી રાત્રે આદિત્ય ઠાકરેએ ધારાસભ્યો સાથે કરી વાત

જમ્મુ કાશ્મીરમાં ફરી પાક.ની નાપાક હરકત.. કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન.. ફાયરિંગમાં 1 જવાન શહીદ.. (201)

ગુજરાતમાં રોગચાળાનો ભરડો.. ચાલુ વર્ષે ડેન્ગ્યુએ  છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો.. નોંધાયા 3345 કેસ.. ચિકનગુનિયાનાં કેસમાં પણ ગુજરાત આગળ

મહા વાવાઝોડાની અસરથી આજે પણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ.. વલસાડ, અરવલ્લી સહિતનાં જીલ્લાઓમાં વરસાદ.. હજુ 24 કલાક વરસાદની આગાહી..

રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડની આજથી શરૂઆત.. કપાસ વેચવા ખેડૂતોની ભીડ.. ભાવમાં મણે રૂ.40 થી 50નો ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં

દંડ વસુલવાની બાબતમાં સુરત અગ્રેસર.. 24 કલાકમાં 14 લાખથી વધુનો દંડ વસૂલ્યો.. અમદાવાદીઓએ ભર્યો રૂ.4.23 લાખનો દંડ

નોટબંધીને આજે ત્રણ વર્ષ થયા પૂર્ણ.. સરકારે કહ્યું નોટબંધી બાદ 99 ટકાથી વધુ નોટો આવી ગઇ હતી પરત..

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું રેટિંગ ફરી ઘટાડ્યું.. ભારતનું રેટિંગ સ્થિરથી કર્યું નેગેટિવ.. આર્થિક મંદીનાં સંકેત વધુ મજબૂત..

આજે છે દેવઉઠી અગિયારસ.. મંદિરોમાં થશે આજે તુલસી વિવાહ.. આજથી જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત.. વડોદરામાં ભગવાન વિઠ્ઠલનો નિકળ્યો વરઘોડો

Tags:

Leave Comments