Headline 11 PM

February 5, 2020 440

Description

દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો નિર્ભયા કેસમાં ચારેય દોષિતોને અલગ અલગ ફાંસી ના આપી શકાય. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કહ્યું જેની અરજી બાકી નથી તેને ફાંસી આપી દેવામાં આવે.

શ્રીનગર-બારામુલા હાઈવે પર એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર. મરનારા આતંકવાદીઓ આઈએસજેકેના સદસ્યો. સીઆરપીએફના એક જવાનનું સર્વોચ્ચ બલિદાન.

ભરૂચના નબીપુરમાં 80 વર્ષના વૃધ્ધની હનીટ્રેપમાં ફસાવી કરી હત્યા.. વ્યાજે લીધેલા 1.5 લાખ પરત ન કરવા પડે તે માટે મહિલાનુ કારસ્તાન

ટ્રાફિકમાં ફરજ બજાવતા જવાને LRD મહિલાને આપી મોતની ધમકી.. પ્રેમ સંબંધ પૂરો થતા યુવતિએ અન્ય જગ્યાએ લગ્ન કરતા આપી ધમકી

જાતીય સતામણી કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ઝાલા સામે થશે ફરિયાદ… સિન્ડીકેટની બેઠકમાં લેવાયો મહત્વપુર્ણ નિર્ણય..

સુરતમાં 7માં ધોરણની વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું શિક્ષકા મને મારવાના હતા..તો દાહોદમાં અને સાબરકાંઠમાં પણ વિદ્યાર્થીઓની મળી લાશ…

શાહીન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર આપનો સદસ્ય હોવાનો પોલીસનો ખુલાસો. ભાજપે કહ્યું; આપનો ચહેરો થયો બેનકાબ. કેજરીવાલે કહ્યું; સરકાર પોલીસનો દૂરોપયોગ કરી રહી છે.

Tags:

Leave Comments