હેડલાઈન @ 11 PM

January 30, 2020 455

Description

નિર્ભયા કેસના દોષિત મુકેશની અરજીને સુપ્રીમ કોર્ટે કરી રદ્દ. કહ્યું; રાષ્ટ્રપતિને મોકલાયા હતા તમામ દસ્તાવેજ. નિર્ભયાના માતાએ આવકાર્યો નિર્ણય.

રાજકોટના થેબચડા ગામે પોલીસની હાજરીમાં આધેડની કરી હત્યા.. જમીન વિવાદમાં ચુકાદો માલિક તરફે આવતા કબ્જો મેળવવા ગયા હતા આધેડ

રાજકોટમાં છેડતી કરનારની યુવતીએ કરી જાહેરમાં ધોલાઈ… કારમાં આવેલા લુખ્ખા તત્વોને આંતરીને ધોલાઈ બાદ કર્યા પોલીસ હવાલે…

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાની શાહીનબાગ મુલાકાત પર ગરમાયું ગુજરાતનુ રાજકારણ. ભાજપે કહ્યુ; દેશદ્રોહીઓનો સાથ આપનાર કોંગ્રેસનો અસલી ચહેરો આવ્યો સામે.

અમદાવાદના શાહઆલમ તોફાનોના આરોપી શહેજાદની એએમસીમાં હાજરી… ઈમરાન ખેડાવાલાની શાહીનબાગ જવા પર બબાલ.. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા સામ સામે…

જેડીયુમાંથી બાગી પ્રશાંત કિશોરની હકાલપટ્ટી… નીતિશ કુમાર સાથે હતી ઘણા સમયથી મતભેદ…

ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની લેશે મુલાકાત… સાબરમતિ રીવરફ્રન્ટની લેશે મુલાકાત… તો મોટેરામાં હાઉડી મોદી જેવા કાર્યક્રમનું થઈ શકે છે આયોજન…

ચીનમાં ફસાયેલા રાજ્યના વધુ 10 વિદ્યાર્થીઓ વતનમાં પરત ફર્યા… 25 જેટલા વિદ્યાર્થીઓને હજુ પણ ફસાયેલા… મદદની કાગ ડોળે જોઈ રહ્યા છે રાહ…

Tags:

Leave Comments