હેડલાઈન @ 11 PM

May 15, 2019 485

Description

ફરી વનરાજાના વેરી થયા સક્રિય…લાઠી રેન્જના લુવારિયામાં બાઇક પાછળ મારણ બાંધી સિંહની પજવણીનો વીડિયો વાયરલ…મુખ્ય વન સંરક્ષકે આપ્યા તપાસના આદેશ

સરપ્રાઇઝ ચેકિંગમાં ખુલી સુરતના મોલમાં સુરક્ષાની પોલ…હથિયારો હોવા છતા વગર ચેકિંગ અધિકારીઓને મોલમાં પ્રવેશ..મોલની સિક્યુરિટી એજન્સીઓને અપાઇ નોટિસ

ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં થશે વરસાદનું આગમન…6 જૂને કેરળમાં સત્તાવાર ચોમાસાની થશે શરૂઆત..2 દિવસ હળવા વરસાદની પણ આગાહી…

હિંસાના પગલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની કાર્યવાહી.એક દિવસ વહેલા આવતીકાલથી જ થશે પ્રચાર બંધ. પશ્ચિમ બંગાળ ગૃહ સચિવને હટાવાયા.

દાદરાનગર હવેલીમાં ચોરીના આરોપમાં મહિલાઓ પર ગુજાર્યો અમાનુષી અત્યાચાર… પોલીસે અત્યાચાર ગુજારનારા બેની કરી ધરપકડ

અંધશ્રધ્ધાના ખપ્પરમાં હોમાયો વધુ એક યુવાન.. ઝેરી દવા ગટગટાવેલા યુવકને ડોક્ટરની જગ્યાએ લઇ જવાયો ધાર્મિક સ્થળે.. સુરેન્દ્રનગરના યુવકનુ થયુ મોત

સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ.. સુરતના પાંડેસરામાં પાડોશીએ બનાવી હવસનો શિકાર.. પોલીસને નરાધમ પાડોશીની શોધ

Tags:

Leave Comments