હેડલાઈન @ 11 PM

July 11, 2018 530

Description

આવતીકાલે જગન્નાથ મંદીરે ભવ્ય નેત્રોત્સવ વિધી… તો રથયાત્રા માટે પોલીસ દ્વારા રિહર્સલ.. 25000 પોલીસ જવાનો રથયાત્રામાં રહેશે તૈનાત.. બહારથી આવેલી ફોર્સ પણ કરાઈ તૈનાત..

ભાજપનાં પૂર્વ MLA કનુ કલસરીયા જોડાયા કોંગ્રેસમાં… દિલ્હીમા કરી હતી રાહુલ ગાંધીસાથે મુલાકાત.. લડી શકે છે અમરેલી અથવા ભાવનગરથી લોકસભાનો જંગ…

કુંવરજી ભાજપમાં જોડાતા કોંગ્રેસે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ…વોટબેંક તુટતા પુંજા વંશની આગેવાનીમાં કોંગ્રેસની કોળી સમાજ સાથે મળી બેઠક….

 

કુંવરજી બાવળીયાની કોંગ્રેસને ખુલ્લી ચેલેન્જ … કહ્યું, અમરેલીમાં ફૂંક મારૂ તો પરેશભાઈનો ખેલ ખતમ થઈ જાય… પુંજાભાઇ અને સોમાભાઇને પણ મતવિસ્તાર સિવાય અન્ય વિસ્તારમાં લડવા પડકાર…

ફી નિયમન મામલે ફરી સુપ્રીમ કોર્ટમાં તારીખ પડી.. 2 સપ્તાહમાં સ્કૂલો દરખાસ્ત રજુ કરે..ઇતર પ્રવૃત્તિઓની ફી અંગે પણ બે સપ્તાહમાં સરકાર કરે જાહેરાત…

રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદી રમઝટ..નવસારી અને વલસાડમાં આભ ફાટ્યું…બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ.. 5 તાલુકાઓમાં 6 થી ઇંચ મેઘમહેર..

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી… દરિયા કિનારાના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ… તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ..

 

નવસારીમાં 5 ઇંચથી વરસાદ ખાબકતાં પાણી જ પાણી…શહેર હોય કે ગામડાં ઘરોમાં પાણી..બજારો ગળાડુબ અને નદીઓ ગાંડીતુર..

 

મુંબઈમાં 4 દિવસ બાદ વરસાદે લીધો વિરામ..વરસાદે વિરામ લેતા રાહત..પરંતુ હવામાન વિભાગની હાઈ ટાઈટને લઈ આપ્યુ એલર્ટ.. રેલ્વે વ્યવાહ ફરી શરૂ..

 

દિલ્હીની એક સ્કૂલ બની જલ્લાદ. ફી નહીં ભરનાર 50 વિદ્યાર્થીઓને ભોંયરામાં 5 કલાક સુધી બંધક બનાવ્યા.. વાલીઓનો ભભૂક્યો રોષ

Leave Comments