હેડલાઈન @ 11 PM

March 14, 2019 290

Description

મુંબઇમાં CST સ્ટેશન પરનો ફૂટઓવર બ્રીજ ધરાશાયી.. 5 લોકોના મોત… અનેક લોકો દટાયા હોવાની આશંકા.. 34થી વધુ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

બ્રિજ ધરાશાઇ થવા પર ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશે ઉઠાવ્યા સવાલ..કહ્યું ઓડિટમાં માઇનોર મરામત કરવાનો સજેશન..ગુનેગારને નહીં છોડાય

વલ્લભ ધારવિયાના રાજીનામા બાદ જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચૂંટણી જાહેર..23 એપ્રિલે લોકસભા સાથે કુલ 5 વિધાનસભા બેઠક પર યોજાશે પેટાચૂંટણી..

લોકસભા પહેલા ફરી મહેન્દ્રસિંહ વાઘેલા જોડાઇ શકે છે ભાજપમાં.. અગાઉ ભાજપમાં જોડાઇ ગણતરીના દિવસોમાં આપ્યું હતું રાજીનામું..

આવતીકાલે દિલ્હીમાં મળશે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક..તો ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે કરશે ચર્ચા

જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મુખ્ય આરોપી છબીલ પટેલની ધરપકડ..અમેરિકાથી પરત ફરતા એરપોર્ટ પરથી કરી ધરપકડ.. છબીલે કબૂલી ભાનુશાળીની હત્યા

દિકરીની બિમારીથી કંટાળીને પિતાએ કરી દિકરીના મોતની માંગ.. 22 વર્ષથી વૈદેહી છે પથારીવશ.. હાઇકોર્ટમાં કરી ઇચ્છા મૃત્યુની માંગ

સુરતના ઓલપાડમાં પતિ-પત્નીના ઝગડા વચ્ચે મદદ કરનારનુ મોત.. લગ્નના ટુંકા ગાળામાં જ થયો ઘરકંકાસ.. જરૂર સમયે પૈસા આપ્યા તેને જ ઉતાર્યો મોતને ઘાટ

રાજકોટ પોલીસે ઝડપ્યો દાગીના ચોર.. વૃધ્ધોનો વિશ્વાસ કેળવી ચોરી લેતો હતો સોનાના કિમતી દાગીના.. 4 વર્ષમાં 18 લાખના ચોર્યા દાગીના

Leave Comments