હેડલાઈન @ 11 AM

June 12, 2019 725

Description

અરબી સમુદ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાયુ વાવાઝોડું.. વેરાવળ અને પોરબંદર વચ્ચે ટકરાશે વાવાઝોડું… વેરાવળથી વાયુ હાલ 325 કિમી દૂર…

સાયક્લોન ‘વાયુ’ની વધી રહી છે ભયાનકતા..પવનની ગતિને ધ્યાને રાખીને તંત્ર હરકતમાં..

સરકારે વધુ NDRFની 12 ટીમ બોલાવી…

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર એલર્ટ..શાળાઓમા બે દિવસની રજા..કાંઠા વિસ્તારમા લોકોનું કરાશે સ્થળાંતર.. હોસ્પિટલોમા દવા સાથે સ્ટાફ રહેશે હાજર

વાયુ વાવાઝોડાનાં આગમન પહેલાં જ ગુજરાતમાં વિનાશ.. સુરતમા વૃક્ષ ધરાસાઇ થતા 1નું મોત.. વિજળી પડતા તાપીમા 2ના મોત.. તો વલસાડમા 1 મહિલાનું મોત..

દીવ અને ઉનામાં ભારે પવન સાથે વરસાદ..દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ..‘વાયુ’ને લઈને તંત્ર પણ સતર્ક

‘વાયુ’ને લઈને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ..અમરેલીના જાફરાબાદમાં પણ વરસાદ..દરિયાકાંઠાના વિસ્તારમાં જાહેર કરાયું એલર્ટ

વાવાઝોડાની દહેશત વચ્ચે ગુજરાતમા વરસાદ.. ગાજ વીજ સાથે ડાંગ તાપી, સુરત, નર્મદામા વરસાદ.. તો ભારે પવનથી અનેક સ્થળોએ નુકશાન.

વાયુ વાવાઝોડાને પગલે અમદાવાદની ફાયરની ટીમો તૈનાત… ફાયર બ્રિગેડની 14 સભ્યોની 3 ટીમો મોકલાઈ પોરબંદર..

Leave Comments