હેડલાઈન @ 11 AM

September 12, 2018 575

Description

ફરી ભારતીય સીમામાં 4 કિલો મીટર સુધી ઘુસ્યા ચીની સૈનિક.. ITBP જવાન અડીખમ રહેતા ચીની સૈન્યએ કરી પીછેહટ..

ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક સ્તરે ગગળ્યો.. અમેરિકી ડોલર સામે રૂપિયો 72.87 પર .. ક્રુડના ભાવમાં વધારો રૂપિયાના રકાસનું કારણ..

PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના વીડિયો પર EDની પ્રતિક્રિયા.. કહ્યું નાટક કરી રહ્યો છે ચોક્સી, પહેલાથી જ હતી ભાગવાની પ્લાનિગ..

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો.. ડેમની જળ સપાટી હાલ 125.71 મીટરે.. ડેમની જળસપાટીમાં દર કલાકે 3 સીમીનો વધારો..

સંદેશ ન્યુઝના અહેવાલની ધારદાર અસર.. જેતપુરનો સાડી ઉદ્યોગ હવે નહી થાય બંધ.. GPCBની ગાઈડ લાઇન પ્રમાણે પ્રદુષણ અટકાવશે..

CMના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક.. વાયબ્રન્ટ ગુજરાત, પીએમ મોદીનો જન્મ દિવસ, ગાંધી જયંતિ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા…

મિશન 26ને પાર પાડવા ભાજપ કોંગ્રેસના સંમેલનો… મુખ્યમંત્રીએ કહ્યું સવર્ણો અને દલિતોને ઝઘડાવે છે કોંગ્રેસ.. તો ધાનાણીએ બોલ્યા ભાજપ કરાવે છે વગ્ર વિગ્રહ…

મહાગઠબંધન પર અમિત શાહના પ્રહાર.. કહ્યું ગઠબંધન સરકાર દેશ ના ચલાવી શકે, અટલજીની સરકાર પણ પડી હતી..

પહેલીવાર ખુલ્લા મંચ પર વિચાર રજૂ કરશે આરએસએસ.. પાકિસ્તાનને છોડી 60 દેશોને કરાશે આમંત્રીત.. દેશની તમામ પાર્ટીના આગેવાનોને પણ બોલાવાશે..

સુરતના નાનપુરામાં ભાજપના કોર્પોરેટર પ્રવિણ કહારના ઘરની સામે જ 20 ફુટનો મસમોટો ભૂવો પડ્યો.. 8 ફૂટ પહોંળા ભૂવાના કારણે ભયનો માહોલ..

Leave Comments